Not Set/ ચીનનાં દબાણથી ઇરાનનાં રેલવે પ્રોજેક્ટમાંથી ભારત આઉટ, મોટી નુકસાની ગણવામાં આવી રહી છે…

  ચીનના દબાણ હેઠળ ઈરાને ભારતને ચાબહાર રેલ પ્રોજેક્ટમાંથી બહાર કરી દીધુ હોવાની મહત્વપૂર્વણ વિગતો સામે આવી રહી છે. ચાબહારથી ઝેહદાન સુધીનો મહત્વપૂર્ણ રેલ્વે પ્રોજેક્ટ ભારત માટે ખૂબ જ મહત્વ ઘરાવે છે અને તેમાંથી બહાર નીકળવું ભારત માટે મોટો આંચકો હોવા સમાન છે. હકીકતમાં, ચીને ભારતના યુ.એસ.ની નિકટતા અને ઈરાન પાસેથી તેલ ન ખરીદવાની બાબતોનો લાભ લઇ ઇરાન પર દબાણ લેવાનો […]

India Uncategorized
d8d6a5e99091bdc7168bf2cd16ecbdf3 ચીનનાં દબાણથી ઇરાનનાં રેલવે પ્રોજેક્ટમાંથી ભારત આઉટ, મોટી નુકસાની ગણવામાં આવી રહી છે...
d8d6a5e99091bdc7168bf2cd16ecbdf3 ચીનનાં દબાણથી ઇરાનનાં રેલવે પ્રોજેક્ટમાંથી ભારત આઉટ, મોટી નુકસાની ગણવામાં આવી રહી છે... 

ચીનના દબાણ હેઠળ ઈરાને ભારતને ચાબહાર રેલ પ્રોજેક્ટમાંથી બહાર કરી દીધુ હોવાની મહત્વપૂર્વણ વિગતો સામે આવી રહી છે. ચાબહારથી ઝેહદાન સુધીનો મહત્વપૂર્ણ રેલ્વે પ્રોજેક્ટ ભારત માટે ખૂબ જ મહત્વ ઘરાવે છે અને તેમાંથી બહાર નીકળવું ભારત માટે મોટો આંચકો હોવા સમાન છે. હકીકતમાં, ચીને ભારતના યુ.એસ.ની નિકટતા અને ઈરાન પાસેથી તેલ ન ખરીદવાની બાબતોનો લાભ લઇ ઇરાન પર દબાણ લેવાનો પ્રયાસ કર્યો હતો જે સફળ રહ્યો જણાય છે. 

ચીનના રાષ્ટ્રપતિએ તાજેતરમાં ઇરાનના રાષ્ટ્રપતિ સાથે ચાબહાર પ્રોજેક્ટ વિશે વાત કરી હતી. ચીને ઈરાનને વચન આપ્યું છે કે તે તેનું તમામ તેલ ખરીદી શકે છે. તેણે ઈરાનને શસ્ત્રો આપવાનું પણ વચન આપ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતે આ પ્રોજેક્ટ માટે નાણાં વિલંબ કર્યા હતા. તેથી, ઈરાન એકલા આ પ્રોજેક્ટને પૂર્ણ કરશે.

ભારત સંતુલન જાળવવા પ્રયત્ન કરશે 

સૂત્રો કહે છે કે ભારત માટે દરવાજા સંપૂર્ણપણે બંધ કરાયા નથી, પરંતુ ચીન અને ઈરાનનો મેળાપ ભારત માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. ઈરાન સાથે કરાર સુધી પહોંચવાનો ભારત ચોક્કસપણે પ્રયાસ કરશે. 

મુશ્કેલીનાં ઘણાં કારણો 

ભારતની સમસ્યાઓ વધે તેવા ઘણાં કારણો છે . એક, આ નિર્ણયથી મધ્ય એશિયાના દેશોમાં અફઘાનિસ્તાન દ્વારા વેપાર કરવાની ભારતની વ્યૂહરચનાને મોટો ઝટકો લાગ્યો છે. બીજું, ઈરાને સંકેત આપ્યા છે કે, ચાઇનીઝ કંપનીઓને સંપૂર્ણ ચાબહાર ક્ષેત્રે વધારે ભાગીદારી આપી શકાય છે, જ્યારે ચાબહાર પ્રોજેક્ટને ભારતમાં ચીન પાકિસ્તાન સીપીઇસી પ્રોજેક્ટ માટેનો પ્રતિસાદ માનવામાં આવે છે.

ચીને વિશાળ રોકાણનું વચન આપ્યું

ઈરાને પહેલેથી જ ચીન સાથે કરાર કર્યો છે, જે હેઠળ ચીની કંપનીઓ આગામી 25 વર્ષમાં ઇરાનમાં 400 અબજ ડોલરથી પણ મોટી રકમનું રોકાણ કરશે. ચાબહાર બંદર ભારતની અફઘાનિસ્તાન નીતિમાં અને અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ઘૂસણખોરી ઘટાડવા માટે પણ અનેક પ્રકારે મહત્વપૂર્ણ છે. જે રેલ પ્રોજેક્ટથી ભારત અલગ થઈ ગયું છે, તે ખૂબ જ ઓછા સમયમાં અને ઓછા ખર્ચે રેલવે દ્વારા ભારતીય ઉત્પાદનોને યુરોપ મોકલવા ઉપયોગી થઇ શકતો હતો. આ રેલ્વે પ્રોજેક્ટ ચાબહાર બંદરથી જહેદાન વચ્ચેનો છે. ભારતની તૈયારીઓ તેને જહેદાનથી તુર્કમેનિસ્તાનની સરહદ સુધી લઈ જવાની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews