Not Set/ લાશનો ફોટો લઇ રહ્યો હતો ફોટોગ્રાફર, અચાનક મૃતકના મોઢામાંથી આવ્યો અવાજ અને….

કેરળના એર્નાકુલમમાં એક ફોટોગ્રાફર પોલીસની કાર્યવાહી માટે હોસ્પિટલની બહાર મૃત વ્યક્તિનો ફોટો લઇ રહ્યો હતો. પછી અચાનક જ તેને થોડો અવાજ આવ્યો. ફોટોગ્રાફરને શંકા ગઈ. જ્યારે તે મૃત વ્યક્તિ પાસે ગયો, ત્યારે તેના મોંમાંથી એકદમ ધીમો અવાજ આવ્યો. ફોટોગ્રાફરે તરત પોલીસને કહ્યું. આ પછી, જે વ્યક્તિ મૃત માનવામાં આવી રહ્યો હતો, તે જીવતો હતો અને […]

Uncategorized
89dbd7a7bace4cb8c83068a32982be51 લાશનો ફોટો લઇ રહ્યો હતો ફોટોગ્રાફર, અચાનક મૃતકના મોઢામાંથી આવ્યો અવાજ અને....
89dbd7a7bace4cb8c83068a32982be51 લાશનો ફોટો લઇ રહ્યો હતો ફોટોગ્રાફર, અચાનક મૃતકના મોઢામાંથી આવ્યો અવાજ અને....

કેરળના એર્નાકુલમમાં એક ફોટોગ્રાફર પોલીસની કાર્યવાહી માટે હોસ્પિટલની બહાર મૃત વ્યક્તિનો ફોટો લઇ રહ્યો હતો. પછી અચાનક જ તેને થોડો અવાજ આવ્યો. ફોટોગ્રાફરને શંકા ગઈ. જ્યારે તે મૃત વ્યક્તિ પાસે ગયો, ત્યારે તેના મોંમાંથી એકદમ ધીમો અવાજ આવ્યો. ફોટોગ્રાફરે તરત પોલીસને કહ્યું. આ પછી, જે વ્યક્તિ મૃત માનવામાં આવી રહ્યો હતો, તે જીવતો હતો અને હવે તેની સારવાર આઈસીયુમાં કરવામાં આવી રહી છે.

 ફોટોગ્રાફર ટોમી થોમસને એર્નાકુલમ જિલ્લાના કલામસ્સેરી વિસ્તારની એદાથાલા પોલીસે બોલાવ્યા હતા. મૃત માનવામાં આવેલ વ્યક્તિનું નામ શિવાદાસન છે. પોલીસે સંમતિ આપી હતી કે શિવાદાસન હવે જીવિત નથી.

ટોમી જેવા શિવાદાસનની નજીક જઈને ફોટો લેવાનું શરૂ કર્યું કે મૃત માનવામાં આવેલ શિવાદાસન કંઇક બોલવા માંડ્યો. આ પછી ટોમી થોમસ ત્યાં હાજર પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસે શિવાદાસનને ત્રિસુરની જ્યુબિલી મિશન હોસ્પિટલમાં દાખલ કર્યો.

હવે શિવાદાસનની સારવાર આઈસીયુમાં કરવામાં આવી રહી છે. હોસ્પિટલના ડોકટરોએ કહ્યું કે, જો શિવાદાસનનો અવાજ સાંભળીને જો યોગ્ય સમયે ટોમી અહીં લઈને ન આવ્યો હોત, તો તે મરી ગયો હોત.

શિવાદાસન પલક્કડમાં કલામસ્સેરી પાસે ભાડે મકાનમાં એકલો રહે છે. રવિવારે કોઈ શિવાદાસનને તેના ઘરે મળવા ગયો હતો. તેને લાગ્યું કે શિવાદાસન મૃત્યુ પામ્યો છે. તેણે પોલીસને જાણ કરી. આ પછી, આ બધી ઘટના બની.

48 વર્ષીય ટોમી થોમસએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે તે છેલ્લા 25 વર્ષથી પોલીસ વિભાગ માટે આવી ફોટોગ્રાફી કરી રહ્યો છે. જ્યારે હું શિવાદાસનના ઘરે પહોંચ્યો ત્યારે તે નીચે પડેલો જોવા મળ્યો. તેના માથામાંથી લોહી નીકળતું હતું. તે પલંગના ખૂણા સાથે તેનું માથું અથડાયું હતું. જે બાદ ટોમીએ પોલીસને જણાવ્યું અને પોલીસે શિવાદાસનને હોસ્પિટલ લઇ ગઈ હતી.

પલંગનો ખૂણો વાગવાથી માથાના ભાગે તીવ્ર ઈજા થઈ છે. પરંતુ હવે તે ઠીક છે. તેની સારવાર ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.