Not Set/ અમદાવાદ/ કોર્પોરેશનના પ્રાંગણમાં ધરણાંની મનપા વિરોધ પક્ષના નેતાની ચીમકી

 કોરોના વાઇરસે રાજ્યમાં કાળો કહેર મચાવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા કોરોના સામે લડવા માટે વિવિધ પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે અનુસાર અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા પાનના ગલ્લાં પાસે કોઇ વ્યક્તિ થુંકે તો પણ ગલ્લાના માલિકને 10 હજારનો દંડ ફટકારવાના નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાથે છેલ્લાં ત્રણેક દિવસથી પાનના ગલ્લાં સીલ મારવાનું પણ […]

Ahmedabad Gujarat
58705fadd05c6aaef794e19b8cf39ca8 અમદાવાદ/ કોર્પોરેશનના પ્રાંગણમાં ધરણાંની મનપા વિરોધ પક્ષના નેતાની ચીમકી
58705fadd05c6aaef794e19b8cf39ca8 અમદાવાદ/ કોર્પોરેશનના પ્રાંગણમાં ધરણાંની મનપા વિરોધ પક્ષના નેતાની ચીમકી કોરોના વાઇરસે રાજ્યમાં કાળો કહેર મચાવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા કોરોના સામે લડવા માટે વિવિધ પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે અનુસાર અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા પાનના ગલ્લાં પાસે કોઇ વ્યક્તિ થુંકે તો પણ ગલ્લાના માલિકને 10 હજારનો દંડ ફટકારવાના નિર્ણય લેવામાં આવ્યો છે.

સાથે સાથે છેલ્લાં ત્રણેક દિવસથી પાનના ગલ્લાં સીલ મારવાનું પણ શરૂ કર્યું છે. જેના કારણે અમદાવાદના મહત્તમ પાનના ગલ્લાંઓ બંધ થઇ ગયા છે. આવા સમયે ગરીબ અને મધ્યમવર્ગની રોજીરોટી છીનવી લેવાના કોર્પોરેશનના પગલાંનો વિરોધ નોંધાવવાની સાથે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે, 24 કલાકમાં પાનના ગલ્લાંના સીલ ખોલવામાં નહીં આવે તો હું પાનના ગલ્લાંના માલિકો સાથે કોર્પોરેશનના પ્રાંગણમાં ધરણાં પર બેસીશ. વિરોધ પક્ષના નેતાની ચીમકીને પગલે હવે જોવાનું રહ્યું કે, પાન ના ગલ્લા ખુલશે કે નહીં…?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.