Not Set/ રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ પદ્દ મામલે પોતાનો નિર્ણય આ તારીખ સુધીમાં જાહેર કરવો પડશે; ચૂંટણી પંચે પાઠવી નોટીશ  ​​​​​​​

દેશમાં સૌથી જૂની રાષ્ટ્રીય રાજકીય પાર્ટી કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીની એક વર્ષની મુદત 10 ઓગસ્ટમાં સમાપ્ત થઇ રહી છે. CWC દ્વારા સોનિયા ગાંઘીને ફરી હાલનાં સંજોગોને ધ્યાનમાં રાખી કોંગ્રેસનુ સુકાન સોપવામાં આવે તેવી તૈયારીઓ પણ કરી લેવામાં આવી હોવનું સુત્રો દ્વારા વિદિત છે. જો કે આ મામલે કોંગ્રેસ કાર્યકારી સમિતિ CWC ની ટૂંક સમયમાં […]

Uncategorized
3355f0af57fa0fd28c1723a76ec1a344 રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ પદ્દ મામલે પોતાનો નિર્ણય આ તારીખ સુધીમાં જાહેર કરવો પડશે; ચૂંટણી પંચે પાઠવી નોટીશ 
​​​​​​​
3355f0af57fa0fd28c1723a76ec1a344 રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ પદ્દ મામલે પોતાનો નિર્ણય આ તારીખ સુધીમાં જાહેર કરવો પડશે; ચૂંટણી પંચે પાઠવી નોટીશ 
​​​​​​​

દેશમાં સૌથી જૂની રાષ્ટ્રીય રાજકીય પાર્ટી કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીની એક વર્ષની મુદત 10 ઓગસ્ટમાં સમાપ્ત થઇ રહી છે. CWC દ્વારા સોનિયા ગાંઘીને ફરી હાલનાં સંજોગોને ધ્યાનમાં રાખી કોંગ્રેસનુ સુકાન સોપવામાં આવે તેવી તૈયારીઓ પણ કરી લેવામાં આવી હોવનું સુત્રો દ્વારા વિદિત છે. જો કે આ મામલે કોંગ્રેસ કાર્યકારી સમિતિ CWC ની ટૂંક સમયમાં બેઠક યોજાવાની છે. પાર્ટીએ પોતાનો નિર્ણય 10 ઓગસ્ટ સુધીમાં ચૂંટણી પંચને આપવાનો રહેશે.  

તાજેતરમાં જ કોંગ્રેસે  ચૂંટણી પંચને કહ્યું હતું કે, કોરોનાને રોકવા માટે 25 માર્ચથી લાગુ થયેલ લોકડાઉનને કારણે નવા પ્રમુખની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ કરી શકાઈ નથી. કમિશન અધિકારીઓ કહે છે કે જો 10 ઓગસ્ટ સુધીમાં પ્રમુખની પસંદગી કરવામાં નહીં આવે તો આયોગ આ મામલે દખલ કરશે.  

ચૂંટણી પંચે કોંગ્રેસને રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી અંગે માહિતી માંગવા માટે નોટિસ મોકલી છે. ગયા વર્ષે 10 ઓગસ્ટે સોનિયા ગાંધીએ કાર્યકારી પ્રમુખની જવાબદારી સંભાળી હતી. તે સમયે, પંચને એક વર્ષમાં કાયમી અધ્યક્ષની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું હતું. આયોગે આ મામલે કોંગ્રેસને અપીલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews