Not Set/ #CoronaUpdateIndia/ છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાનાં રેકોર્ડ 32 હજારથી વધુ કેસ

  ભારતમાં છેલ્લા 24 કલાકમાં COVID-19 નાં નવા કેસોમાં વિક્રમી વૃદ્ધિ જોવા મળી છે. 16 જુલાઇ, 2020 ને ગુરુવારે, દેશમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં 32,695 નવા કોવિડ-19 નાં કેસ નોંધાયા છે. વળી એક જ દિવસમાં 606 લોકો મૃત્યુ પામ્યા છે. આ સાથે, દેશમાં કોરોનાવાયરસનાં કુલ પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં 9,68,876 રહ્યા છે. એટલે કે, […]

India
cb7395cb03949188bd530dbacd648869 8 #CoronaUpdateIndia/ છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાનાં રેકોર્ડ 32 હજારથી વધુ કેસ
cb7395cb03949188bd530dbacd648869 8 #CoronaUpdateIndia/ છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાનાં રેકોર્ડ 32 હજારથી વધુ કેસ

 

ભારતમાં છેલ્લા 24 કલાકમાં COVID-19 નાં નવા કેસોમાં વિક્રમી વૃદ્ધિ જોવા મળી છે. 16 જુલાઇ, 2020 ને ગુરુવારે, દેશમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં 32,695 નવા કોવિડ-19 નાં કેસ નોંધાયા છે. વળી એક જ દિવસમાં 606 લોકો મૃત્યુ પામ્યા છે. આ સાથે, દેશમાં કોરોનાવાયરસનાં કુલ પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં 9,68,876 રહ્યા છે. એટલે કે, ભારતમાં કોરોનાવાયરસનાં કુલ કેસ થોડા દિવસોમાં 10 લાખની નજીક પહોંચી જશે.

જો આપણે ઠીક થઈ રહેલા દર્દીઓની વાત કરીએ, તો દેશમાં અત્યાર સુધીમાં સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યા 6,12,815 છે. વળી 24,915 લોકો આ વાયરસને કારણે મૃત્યુ પામ્યા છે. દેશમાં હાલમાં રિકવરી દર 63.25 % પર ચાલી રહ્યો છે. વળી પોઝિટિવિટી દર વધીને 10% થયો છે. એટલે કે, તપાસ કરવામાં આવતા તમામ નમૂનાઓમાંથી 10 ટકા કેસ પોઝિટિવ છે.