Not Set/ 264 કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલ પુલ 29 માં દિવસે તૂટી ગયો

  બિહારનાં ગોપાલગંજ જિલ્લામાં, 264 કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલ પુલ 29 માં દિવસે તૂટી ગયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગંડકમાં પૂરને કારણે છપરા-સત્તરઘાટનાં પુલને જોડતો એપ્રોચ રોડ લગભગ 30 ફૂટ ધરાશાયી થયો હતો. ડીએમ અરશદ અઝીઝે માહિતી આપી હતી કે, એપ્રોસ રસ્તો તાજેતરમાં બનાવવામાં આવ્યો હતો. પૂરનાં પાણીનાં દબાણને કારણે એક ભાગ ધરાશાયી […]

India
473bb809620846d7b7eec9cd78fbcdb0 264 કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલ પુલ 29 માં દિવસે તૂટી ગયો
473bb809620846d7b7eec9cd78fbcdb0 264 કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલ પુલ 29 માં દિવસે તૂટી ગયો

 

બિહારનાં ગોપાલગંજ જિલ્લામાં, 264 કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલ પુલ 29 માં દિવસે તૂટી ગયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગંડકમાં પૂરને કારણે છપરા-સત્તરઘાટનાં પુલને જોડતો એપ્રોચ રોડ લગભગ 30 ફૂટ ધરાશાયી થયો હતો.

ડીએમ અરશદ અઝીઝે માહિતી આપી હતી કે, એપ્રોસ રસ્તો તાજેતરમાં બનાવવામાં આવ્યો હતો. પૂરનાં પાણીનાં દબાણને કારણે એક ભાગ ધરાશાયી થયો છે. એકવાર પાણીની અછત સર્જાતા રસ્તાનું સમારકામ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે આ પુલનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી નીતીશ કુમારે વીડિયો કોન્ફરન્સ દ્વારા કર્યું હતું. જોકે, ભાજપનાં ધારાસભ્ય મિથિલેશ તિવારીએ આ મામલાની જાણકારી બિહારનાં માર્ગ નિર્માણ મંત્રી નંદકિશોર યાદવને આપી છે. તેમણે કહ્યું છે કે આ મામલાની તપાસ માટે તેઓ 4 ઓગસ્ટથી શરૂ થનારી વિધાનસભામાં સવાલો ઉભા કરશે.

સત્તર ઘાટનાં મુખ્ય પુલથી આશરે એક કિલોમીટર માર્ગ તૂટી જવાને કારણે છપરા, સીવાન, ગોપાલગંજ જિલ્લાઓથી મુઝફ્ફરપુર, પૂર્વી ચંપારણ, સીતામઢી, શિવહર, દરભંગા તરફનાં વાહનોની અવરજવર અટકી ગઈ છે. સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું કે સતત વરસાદને કારણે આ માર્ગ કાદવથી ભરાઇ ગયો હતો અને પૂરનાં પાણીથી તૂટી પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.