Not Set/ ગુના ઘટના મામલે માયાવતીએ કોંગ્રેસ અને ભાજપ બન્નેની કાઢી ઝાટકણી

  બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો માયાવતીએ મધ્ય પ્રદેશનાં ગુનામાં દલિત ખેડૂત પરિવાર પર પોલીસ બર્બરતાની ઘટના અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે. માયાવતીએ કહ્યું છે કે, દરેક સરકારો દલિતોને વસાવવાનું કહે છે પણ તેમને પરેશાન કરવાની વાતો સામાન્ય છે. આ મામલે ભાજપ અને કોંગ્રેસ બન્નેમાં કોઇ અંતર નથી. માયાવતીએ કહ્યું, ‘મધ્યપ્રદેશનાં ગુના પોલીસ અને વહીવટી તંત્ર […]

India
78633d62ae9f75aaa182f3d93e3b93aa 1 ગુના ઘટના મામલે માયાવતીએ કોંગ્રેસ અને ભાજપ બન્નેની કાઢી ઝાટકણી

 

બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો માયાવતીએ મધ્ય પ્રદેશનાં ગુનામાં દલિત ખેડૂત પરિવાર પર પોલીસ બર્બરતાની ઘટના અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે. માયાવતીએ કહ્યું છે કે, દરેક સરકારો દલિતોને વસાવવાનું કહે છે પણ તેમને પરેશાન કરવાની વાતો સામાન્ય છે. આ મામલે ભાજપ અને કોંગ્રેસ બન્નેમાં કોઇ અંતર નથી.

માયાવતીએ કહ્યું, ‘મધ્યપ્રદેશનાં ગુના પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા અતિક્રમણનાં નામે દલિત પરિવારને લોન લઇને તૈયાર કરવામાં આવેલા પાકને જેસીબી મશીન દ્વારા ખરાબ કરીને તે દંપત્તિને આત્મહત્યાનો પ્રયત્ન કરવા પર મજબૂર કરવુ અતિ-ક્રૂર અને અતિ શરમજનક છે. આ ઘટનાની દેશવ્યાપી નિંદા સ્વાભાવિક છે. સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ. બસપા સુપ્રીમોએ કહ્યું કે, ‘એક તરફ ભાજપ અને તેમની સરકાર દલિતોને વસાવવાનું કહે છે. વળી બીજી તરફ તેમને ઉજાડવાની ઘટનાઓ સામાન્ય છે. જેવી રીતે કોંગ્રેસ પાર્ટીનાં શાસનમાં થતુ હતુ, ત્યારે બન્ને સરકારોમાં શું તફાવત છે? ખાસ કરીને દલિતોએ પણ આ વિશે વિચારવું જ જોઇએ.