રાજ ઠાકરેની ધમકી/ લાઉડ સ્પીકર નહીં હટાવાય તો મસ્જિદો બહાર હનુમાન ચાલીસા વાગશે

મસ્જિદમાં લાઉડ સ્પીકર આટલા ઊંચા અવાજે કેમ વગાડવામાં આવે છે. જો તે બંધ કરવામાં આવશે નહી તો મસ્જિદની બહાર હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.

India Politics
હનુમાન ચાલીસા

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના પ્રમુખ રાજ ઠાકરેએ શનિવારે રાજ્ય સરકાર પાસે મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર હટાવવા માંગ કરી હતી. મુંબઈના શિવાજી પાર્કમાં એક રેલીમાં તેમના સમર્થકોને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું હતું કે, મસ્જિદમાં લાઉડ સ્પીકર આટલા ઊંચા અવાજે કેમ વગાડવામાં આવે છે. જો તે બંધ કરવામાં આવશે નહી તો મસ્જિદની બહાર હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. હું પ્રાર્થના કે કોઈ ધર્મની વિરુધ્ધ નથી. પરંતુ મને મારા ધર્મ ઉપર ગર્વ છે. ઘર્મના ગર્વની વાત સાથે જ રાજ ઠાકરેએ અનેક લોકો ઉપર શાબ્દિક આકરા પ્રહારો કર્યા હતા અને મહારાષ્ટ્ર સરકારને મસ્જિદોમાં લાઉડ સ્પીકર બંધ કરાવવા માટે કડક શબ્દોમાં અપીલ કરી હતી અને કહ્યું હજતું કે અમે હનુમાન ચાલીસા વગાડીશું.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે, સીએમએ ચૂંટણી દરમિયાન જે તાકતોનો વિરોધ કર્યો હતો તેની સાથે ગઠબંધન કરીને જ સરકાર ચલાવી રહ્યા છે. રાજ ઠાકરેએ વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવેન્દ્ર ફડનવીસને હમેશા મુખ્યમંત્રીના રૂપમાં રજૂ કર્યા હતા અને ઉધ્ધવે ક્યારેય એક પણ શબ્દ કહ્યો નહોતો. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ તેમને મુખ્યમંત્રી બની અને વિપક્ષી દળો સાથે ગઠબંધન કરવાનો વિચાર આવ્યો.

રાજ ઠાકરેએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપી ઉપર પણ શાબ્દિક હુમલો કર્યો અને રાકાંપ ઉપ ગઠબંધન બાદ રાજ્યમાં જાતિ આધારિત અરાજકતા અને નફરત  ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજે લોકો રાજ્યમાં જાતિના મુદ્દે લડી રહ્યા છે. આપણે ક્યારે આ બધામાંથી બહાર નીકળીને હિન્દુ બનીશું?

રાજ ઠાકરેએ હાલમાં જ મુંબઈમાં ધારાસભ્યોને ઘર આપવાની રાજ્ય સરકારની જાહેરાતની પણ આલોચના કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેનું પેન્શન પહેલાથી બંધ કરવાની જરૂર છે. શું તેઓ તેના કામથી લોકો ઉપર ઉપકાર કરી રહ્યા છે? તેના બંગલા લઈ લો અને તેના ઘર ફરીથી તેને આપી દો. આ યોજનામાં મુખ્યમંત્રીને શું સારું લાગી રહ્યું છે? આવા  આકરા પ્રહારો સાથે અનેક વખત મસ્જીદ બહાર હનુમાન ચાલીસા વગાડવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો :પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો યથાવત,જાણો નવા ભાવ

આ પણ વાંચો :મેટ્રો સ્ટેશન પર ભાડે મળશે સાઈકલ, જાણો કેટલું ભાડું ચૂકવવું પડશે

આ પણ વાંચો : સલમાનની એક્સ ગર્લફ્રેન્ડે ઐશ્વર્યા રાયને આપી ધમકી, કહ્યું- એક દિવસ તારું સત્ય બધાની સામે આવશે

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ગ્લેન મેક્સવેલે ભારતીય મૂળની યુવતી સાથે કર્યા લગ્ન, જુઓ વાયરલ તસવીરો