Not Set/ અમદાવાદ/ દિવસે દવા અને રાતે દારૂનું વેચાણ કરતો બુટલેગર

અમદાવાદમાં અનલોક થતાની સાથે જ બુટલેગરો જાણે કે બેફામ બન્યા હોય તેમ અવારનવાર અનેક કીમીયો અપનાવીને શહેરમાં દારૂની હેરાફેરી કરતા હોય છે. ત્યારે આ વખતે તો દવાનો મેડિકલ સ્ટોર ચલાવતો શખ્સ દારૂની હેરાફેરી કરતો ઝડપાયો છે. વસ્ત્રાપુર પોલીસે અસારવાનાં બે શખ્સોની 31 દારૂની બોટલ સાથે ધરપકડ કરી છે. આરોપીઓ ઇનોવા ગાડીમાં પાછળની સાઇડ સ્પેરવીલ મુકવાની […]

Ahmedabad Gujarat
bcdd849c179321135eebcfa98cb180f6 અમદાવાદ/ દિવસે દવા અને રાતે દારૂનું વેચાણ કરતો બુટલેગર
bcdd849c179321135eebcfa98cb180f6 અમદાવાદ/ દિવસે દવા અને રાતે દારૂનું વેચાણ કરતો બુટલેગરઅમદાવાદમાં અનલોક થતાની સાથે જ બુટલેગરો જાણે કે બેફામ બન્યા હોય તેમ અવારનવાર અનેક કીમીયો અપનાવીને શહેરમાં દારૂની હેરાફેરી કરતા હોય છે. ત્યારે આ વખતે તો દવાનો મેડિકલ સ્ટોર ચલાવતો શખ્સ દારૂની હેરાફેરી કરતો ઝડપાયો છે. વસ્ત્રાપુર પોલીસે અસારવાનાં બે શખ્સોની 31 દારૂની બોટલ સાથે ધરપકડ કરી છે.

આરોપીઓ ઇનોવા ગાડીમાં પાછળની સાઇડ સ્પેરવીલ મુકવાની જગ્યાએ ચોર ખાનુ બનાવીને તેને લોક કરીને તેમાં રાજસ્થાનથી અમદાવાદ દારૂ લાવતા હોવાનું ખુલ્યુ છે. અસારવામાં સિવિલ હોસ્પિટલ સામે આવેલી શિવમ મેડિકલ સ્ટોર ચલાવતા ઇન્દ્રજીત રાજપુત દિવસે દવા અને રાતે દારૂની ડિલીવરી કરતો હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. વસ્ત્રાપુર પોલીસે દારૂ સહિત બે કાર એમ કુલ 8.48 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આ દારૂ અમદાવાદમાં કોને વેચવાનો હતો તે મામલે પુછપરછ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.