Not Set/ ત્રિપુરાનાં CM નું વિવાદિત નિવેદન, જાટ સમૂદાયમાં ઓછી હોય છે બુદ્ધિ

  ત્રિપુરાનાં મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબ, જે હંમેશાં તેમના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તેમણે દેશનાં વિવિધ ભાગોનાં લોકો વિશે ટિપ્પણી કરી છે. હરિયાણાનાં જાટથી લઈને પશ્ચિમ બંગાળનાં બંગાળીઓ સુધી, તેમણે પોતાનો અભિપ્રાય આપ્યો. એક કાર્યક્રમ દરમિયાન તેમણે જાટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, લોકો કેવી રીતે જાટો વિશે વાત […]

India
a9abd34f490c0458bf171ec9dcc19b5c ત્રિપુરાનાં CM નું વિવાદિત નિવેદન, જાટ સમૂદાયમાં ઓછી હોય છે બુદ્ધિ
a9abd34f490c0458bf171ec9dcc19b5c ત્રિપુરાનાં CM નું વિવાદિત નિવેદન, જાટ સમૂદાયમાં ઓછી હોય છે બુદ્ધિ 

ત્રિપુરાનાં મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબ, જે હંમેશાં તેમના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તેમણે દેશનાં વિવિધ ભાગોનાં લોકો વિશે ટિપ્પણી કરી છે. હરિયાણાનાં જાટથી લઈને પશ્ચિમ બંગાળનાં બંગાળીઓ સુધી, તેમણે પોતાનો અભિપ્રાય આપ્યો. એક કાર્યક્રમ દરમિયાન તેમણે જાટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, લોકો કેવી રીતે જાટો વિશે વાત કરે છે. તેઓ કહે છે, જાટ ઓછા બુદ્ધિશાળી હોય છે, પરંતુ તેમનો શારીરિક દેખાવ તંદુરસ્ત હોય છે. બિપ્લબ કુમાર દેબનાં મતે, હરિયાણાનાં જાટ બુદ્ધિમાનીઓમાં બંગાળીઓનો મુકાબલો કરી શકતા નથી, બંગાળીઓ પોતાના તેજ દિમાગ માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે.

કોંગ્રેસનાં પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મુખ્યમંત્રી બિપ્લબ દેબનો 50 સેકન્ડનો વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે અને લખ્યુ, ભાજપની માનસિકતા. તેમણે લખ્યું છે કે ત્રિપુરાનાં મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીનાં નેતા બિપ્લબ કુમાર દેબે પંજાબનાં શીખ ભાઈઓ અને હરિયાણાનાં જાટ સમુદાય વિશે કરેલી ટિપ્પણી તેમની નિમ્ન-સ્તરની માનસિકતા દર્શાવે છે. તેમણે હરિયાણાનાં મુખ્યમંત્રી અને તેમના ડેપ્યુટીનો ઉલ્લેખ કરતા પૂછ્યું. ખટ્ટરજી અને દુષ્યંત ચૌટાલા ચુપ કેમ છે? “સુરજેવાલાએ કહ્યું કે મોદીજી અને નડ્ડાજી ક્યાં છે. તેમના પર કાર્યવાહી કરો. આ પહેલીવાર નથી. આ પહેલા પણ બિપ્લબ કુમાર દેબ અનેક વખત તેમના નિવેદનોનાં કારણે વિવાદમાં રહી ચુક્યા છે.