Not Set/ જાહેરનામાનાં માધ્યમથી પ્રવેશી રહ્યું છે લોકડાઉન ? સુરેન્દ્રનગર કલેક્ટરે કર્યું આવું ફરમાન…

  સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે કોરોનાનાં કારણે જાહેરનામું બહાર પાડ્યું છે. જી હા, સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી વઢવાણ, ધ્રાંગધ્રા અને લીંબડી નગર પાલીકા વિસ્તારમાં ધંધા-રોજગાર ખુલ્લા રાખવા સબંધમાં જાહેરનામું બહાર પાડી આદેશ કર્યા છે કે, આ ન.પા. ની હદમાં સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી ધંધા-રોજગાર ખુલ્લા રહેશે. સાથે સાથે આવ સમયમાં પણ જો આ વિસ્તારમાં પાન ગલ્લા […]

Gujarat Others
7a2d26d3670ba27a57170955b17706d3 જાહેરનામાનાં માધ્યમથી પ્રવેશી રહ્યું છે લોકડાઉન ? સુરેન્દ્રનગર કલેક્ટરે કર્યું આવું ફરમાન...
 

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે કોરોનાનાં કારણે જાહેરનામું બહાર પાડ્યું છે. જી હા, સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી વઢવાણ, ધ્રાંગધ્રા અને લીંબડી નગર પાલીકા વિસ્તારમાં ધંધા-રોજગાર ખુલ્લા રાખવા સબંધમાં જાહેરનામું બહાર પાડી આદેશ કર્યા છે કે, આ ન.પા. ની હદમાં સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી ધંધા-રોજગાર ખુલ્લા રહેશે. સાથે સાથે આવ સમયમાં પણ જો આ વિસ્તારમાં પાન ગલ્લા આવેલા હોય અને તે ખુલ્લા રાખવામાં આવે છે તો તે પાનનાં ગલ્લાવાળાઓ ફક્ત અને ફક્ત પાન મસાલાનાં પાર્સલો જ પોતાનાં ગ્રાહકને વેચી શકશે. સાથે જ કોઇ પણ દુકાને બે થી વધુ વ્યક્તિઓ દુકાન પર ભેગા થઇ શકે નહીં. 

જો કે, પૂર્વની માફક માત્ર દવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે. જિલ્લા કલેક્ટરનું જાહેરનામું 31 જુલાઈ સુધી માન્ય રહેશે એટલે કે આજ સહિત આગામી 12 દિવસ માટે આહીં ફરી લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે તેવી ચિમકી પણ જાહેરનામામાં આપવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. સંક્રમણ વધી રહ્યું છે અને મોતનો આંકડો પણ વઘી રહ્યો છે, જો કે આંકડા મામલે વિવાદો પહેલેથી જ ચાલી રહ્યા છે. કઇ પણ હોય રાજ્યમાં અનેક શહેરમાં કાંતો જાહેરનામા મારફતે અને કાંતો સ્વયંભૂનાં નામે લોકડાઉન પાછુ ફરી રહ્યુ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews