Not Set/ Viral Video/ માનવતાનું શ્રેષ્ઠ દ્રશ્ય, એક તરસ્યા કૂતરાને વૃદ્ધ માણસે પીવડાવ્યું પાણી

  કહેવાય છે કે આજનાં સમયમાં માણસ ઘણો સ્વાર્થી બની ગયો છે. ત્યારે માનવતાનું શ્રેષ્ઠ સ્વરૂપ ગણી શકાય તો તે દયા છે. માનવતાનું શ્રેષ્ઠ સ્વરૂપ બતાવતો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ જૂની કહેવતને સાબિત કરે છે. ભારતીય વન અધિકારી સુશાંત નંદાએ 18 સેકન્ડનો આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે, જેણે ફક્ત […]

Videos
869af01e3a40de0a2dd9a668c2fbf129 1 Viral Video/ માનવતાનું શ્રેષ્ઠ દ્રશ્ય, એક તરસ્યા કૂતરાને વૃદ્ધ માણસે પીવડાવ્યું પાણી
869af01e3a40de0a2dd9a668c2fbf129 1 Viral Video/ માનવતાનું શ્રેષ્ઠ દ્રશ્ય, એક તરસ્યા કૂતરાને વૃદ્ધ માણસે પીવડાવ્યું પાણી 

કહેવાય છે કે આજનાં સમયમાં માણસ ઘણો સ્વાર્થી બની ગયો છે. ત્યારે માનવતાનું શ્રેષ્ઠ સ્વરૂપ ગણી શકાય તો તે દયા છે. માનવતાનું શ્રેષ્ઠ સ્વરૂપ બતાવતો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ જૂની કહેવતને સાબિત કરે છે. ભારતીય વન અધિકારી સુશાંત નંદાએ 18 સેકન્ડનો આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે, જેણે ફક્ત થોડા જ કલાકોમાં 8 હજારથી વધુ વ્યૂઝ મેળવ્યા છે. વૃદ્ધ વ્યક્તિએ તરસ્યા કૂતરાને તેના હાથથી પાણી પીવડાવ્યું હતુ. આ હૃદયસ્પર્શી વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે કોઈ વૃદ્ધ વ્યક્તિ કૂતરાને હાથથી પાણી પીવડાવી રહ્યો છે. પાણી ખતમ થયા પછી, વ્યક્તિ ફરીથી નળ તરફ આગળ વધે છે અને હાથમાં પાણી લઇને ફરીથી પહોંચી જાય છે. કૂતરો ત્યા સુધી ત્યાથી નથી જતો જ્યા સુધી તેની તરસ છીપાઇ નહીં. વીડિયો શેર કરતી વખતે સુશાંત નંદાએ શાનદાર કેપ્શન લખ્યું, ‘માનવતા હ્રદયમાં હોય છે, હૈસિયતમાં નહી. ઉપરવાળો કર્મ જુએ છે, વસીયત નહી.