Not Set/ Video/ પિથૌરાગઢમાં ગ્રામીણોએ બનાવ્યું લાકડાનું સ્ટ્રેચર, દર્દીને પહાડી રસ્તેથી પહોંચાડ્યા હોસ્પિટલ

  ઉત્તરાખંડમાં ભારે વરસાદ ફરી એકવાર વિનાશ લાવ્યો છે. વાદળ ફાટવાથી 3 લોકોનાં મોત નીપજ્યાં, જ્યારે 9 લોકો ગુમ થયા છે. આ દુર્ઘટનાને કારણે જાનમાલનાં નુકસાનને ધ્યાનમાં રાખીને સરકાર અને તંત્ર બંને ત્યાં ચાલી રહેલા બચાવ અને રાહત કામગીરી પર નજર રાખી રહ્યા છે. જોકે, પિથૌરાગઢ જિલ્લાનાં મુનસ્યારીમાં વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે. મુનસ્યારી […]

India
29fb497af8b2873fb4a0248e95d28e42 2 Video/ પિથૌરાગઢમાં ગ્રામીણોએ બનાવ્યું લાકડાનું સ્ટ્રેચર, દર્દીને પહાડી રસ્તેથી પહોંચાડ્યા હોસ્પિટલ

 

ઉત્તરાખંડમાં ભારે વરસાદ ફરી એકવાર વિનાશ લાવ્યો છે. વાદળ ફાટવાથી 3 લોકોનાં મોત નીપજ્યાં, જ્યારે 9 લોકો ગુમ થયા છે. આ દુર્ઘટનાને કારણે જાનમાલનાં નુકસાનને ધ્યાનમાં રાખીને સરકાર અને તંત્ર બંને ત્યાં ચાલી રહેલા બચાવ અને રાહત કામગીરી પર નજર રાખી રહ્યા છે. જોકે, પિથૌરાગઢ જિલ્લાનાં મુનસ્યારીમાં વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે. મુનસ્યારી વિસ્તારમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ ગાયબ થઈ ગયા છે.

વરસાદ અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ ગાયબ થતાં મુનસ્યારી વિસ્તારનાં ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, અહીં એક મહિલા બીમાર પડી ગઇ તો સ્થાનિકો મદદ માટે આગળ આવ્યા. તેમણે લાકડાનું કામચલાઉ સ્ટ્રેચર બનાવ્યું અને મહિલાને તેના પર બેસાડીને પહાડી રસ્તાઓ પર ચાલતા હોસ્પિટલ પહોંચ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઇએ કે, રવિવારે વાદળ ફાટવાનાં કારણે અહી ભારે વરસાદ થયો હતો અને હોસ્પિટલ અને ગામને જોડતા રસ્તાને ભૂસ્ખલનને કારણે નુકસાન થયું હતું.