Not Set/ વિકાસની પત્નિ રિચાએ કહી દૂબે વિશે આવી વાત, જાણો કેમ કહ્યું “હું જ ગોળી મારી દેત”

યુપીના કાનપુરમાં આઠ પોલીસ કર્મચારીઓની હત્યાના આરોપી વિકાસ દુબેની પત્ની રિચા દુબેએ કહ્યું કે, જો વિકાસે આ ઘટનાને ઘાટ આપ્યો અને તે આ કોઈ ઘટના બાદ મારી સામે આવ્યો હોત તો તેણી પોતે જ તેને ગોળી મારી દીધી હોત. એક ખાનગી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં વિકાસ દુબેની પત્નીએ કહ્યું કે, વિકાસએ મોટો ગુનો કર્યો છે. આવી સ્થિતિમાં તેને માફ કરવાનો […]

Uncategorized
75d4652aa9bbc840dfe8e43b9d571836 2 વિકાસની પત્નિ રિચાએ કહી દૂબે વિશે આવી વાત, જાણો કેમ કહ્યું "હું જ ગોળી મારી દેત"
75d4652aa9bbc840dfe8e43b9d571836 2 વિકાસની પત્નિ રિચાએ કહી દૂબે વિશે આવી વાત, જાણો કેમ કહ્યું "હું જ ગોળી મારી દેત"

યુપીના કાનપુરમાં આઠ પોલીસ કર્મચારીઓની હત્યાના આરોપી વિકાસ દુબેની પત્ની રિચા દુબેએ કહ્યું કે, જો વિકાસે આ ઘટનાને ઘાટ આપ્યો અને તે આ કોઈ ઘટના બાદ મારી સામે આવ્યો હોત તો તેણી પોતે જ તેને ગોળી મારી દીધી હોત. એક ખાનગી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં વિકાસ દુબેની પત્નીએ કહ્યું કે, વિકાસએ મોટો ગુનો કર્યો છે. આવી સ્થિતિમાં તેને માફ કરવાનો કોઈ અર્થ નથી. રિચા દુબેએ જણાવ્યું કે કાનપુરની ઘટના બાદ વિકાસે રાત્રે બે વાગ્યે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે શહરેમાં તેનો પંગો ચાલી રહ્યો છે, આહીં ખતરો છે માટે તે બાળકો સાથે ઘરેથી ભાગી જાય.

1c11f70a70b58487a7679276e645239a 2 વિકાસની પત્નિ રિચાએ કહી દૂબે વિશે આવી વાત, જાણો કેમ કહ્યું "હું જ ગોળી મારી દેત"

રિચા દુબેએ જણાવ્યું કે આ પછી બંને બાળકો સાથે મેં પગપાળા ઘર છોડ્યું હતું. તેણે નજીકના પ્લાઝામાં સાત રાત વિતાવી હતી. તે દિવસ દરમિયાન અહી તહી ભટકતી અને સમય પસાર કરતી અને રાત્રે પ્લાઝામાં સૂતા હતા. વિકાસની પત્ની રિચાએ જણાવ્યું હતું કે બસ સ્ટેન્ડ પર ટીવી જોઈને કાનપુર કૌભાંડની માહિતી મેળવી હતી. વાતચીતમાં રિચા દુબેએ અનેક ઘટસ્ફોટ કર્યા હતા. તેણે જણાવ્યું કે તે ફક્ત તેના બાળકોનો ઉછેર કરી રહી છે. તેનો ગુના સાથે કોઈ લેવાદેવા નથી. હું બાળકોને ગુનાહિત વાતાવરણથી દૂર રાખવા માંગતી હતી. 

54bf456b1bd4b9f82f4f72721f8a1131 2 વિકાસની પત્નિ રિચાએ કહી દૂબે વિશે આવી વાત, જાણો કેમ કહ્યું "હું જ ગોળી મારી દેત"

ભાવુક થઇ ને રિચા વધુમાં કહે છે કે, મારા જીવનનાં લક્ષ્યો ફક્ત અને ફક્ત મારા બાળકો છે. રિચા દુબેએ વિકાસ દુબે દ્વારા માર્યા ગયેલા પોલીસ કર્મીઓના સબંધીઓની માફી પણ માંગી હતી. રિચા દુબેએ કહ્યું કે પોલીસ દ્વારા હુમલો કરવામાં આવતાં તે પણ દુખી છે. પોલીસ અમારી રક્ષક છે. રિચા દુબેએ કહ્યું કે જ્યારે વિકાસને જાણ થઈ કે પોલીસ તેને પકડવા આવી રહી છે, તો તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. 

d649ca0642c80422c877f9277771a3f2 2 વિકાસની પત્નિ રિચાએ કહી દૂબે વિશે આવી વાત, જાણો કેમ કહ્યું "હું જ ગોળી મારી દેત"

વિકાસની સંપત્તિ વિશે વાત કરતા રિચા દુબેએ કહ્યું કે સંપત્તિ મામલે આ તમામ સમાચાર ખોટા છે. જો વિકાસ પાસે સંપત્તિ હોત, તો આજે હું નાના મકાનમાં નહીં રહેતી, હું વિદેશમાં રહતી હોત. રિચાએ કહ્યું કે હું મારું દુખ વ્યક્ત કરવા માટે સક્ષમ નથી. હું ઘરની બહાર નીકળવામાં સમર્થ નથી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews