Not Set/ ભાજપે શરુ કરી દીધી મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારી, AMC કમિશ્નરને સોપવામાં આવી સત્તા

અવઢવની સ્થિતિ વચ્ચે ભાજપ દ્વારા આગામી દિવસોમાં માથા પર ગાજી રહેલી ચૂંટણીની ચૂંટણીલક્ષી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જી હા, ઉલ્લેખનીય છે કે, ગુજરાત પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સાથે સાથે ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકની ચૂંટણીઓ પણ દસ્તક દઇ રહી છે.   નવેમ્બરમાં ગાજી રહેલી ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા મ્યુનિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજવાની કવાયત અત્યારથી જ […]

Ahmedabad Gujarat
34c9201ba2d32d3cfb667f111423d6bb ભાજપે શરુ કરી દીધી મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારી, AMC કમિશ્નરને સોપવામાં આવી સત્તા
34c9201ba2d32d3cfb667f111423d6bb ભાજપે શરુ કરી દીધી મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારી, AMC કમિશ્નરને સોપવામાં આવી સત્તા

અવઢવની સ્થિતિ વચ્ચે ભાજપ દ્વારા આગામી દિવસોમાં માથા પર ગાજી રહેલી ચૂંટણીની ચૂંટણીલક્ષી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જી હા, ઉલ્લેખનીય છે કે, ગુજરાત પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સાથે સાથે ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકની ચૂંટણીઓ પણ દસ્તક દઇ રહી છે.  

નવેમ્બરમાં ગાજી રહેલી ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા મ્યુનિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજવાની કવાયત અત્યારથી જ શરુ કરી દેવામાં આવી છે. ચૂંટણી પછી તે ગમે તેવી હોય મોટી હોય કે નાની હોય ઝીણું કાતવા માટે પ્રખ્યાત ભાજપે નવા સિમાંકન, મતદાર યાદી સુધારણા સહિતનાં મુદ્દે તમામ પ્રકારની તૈયારી શરુ કરી દીધી હોવાની વિગતો સામે આવી રહી છે.  

AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે અને આ મામલે તમામ સત્તા કમિશ્નરને આપવાની દરખાસ્ત મંજૂર કરાઇ છે. નવા સિમાંકન તેમજ મતદાર યાદી સુધારણા સહિતની કામગીરીની સત્તા કમિશ્નરને સોંપી દેવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews