કોરોના વાયરસનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં લગભગ એક લાખ નવા ચેપગ્રસ્ત દર્દીઓ જોવા મળ્યા છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 48,661 નવા દર્દીઓ સામે આવ્યા છે. જે બાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 13,85,522 પર પહોંચી ગઈ છે.
વળી આ સમયગાળા દરમિયાન 705 લોકોનાં મોત થયાં છે, જે પછી કુલ મૃત્યુઆંક 32,063 પર પહોંચી ગયો છે. રિકવરી રેટમાં પણ થોડો વધારો જોવા મળ્યો છે. તે હવે વધીને 63.91 ટકા થયો છે, જ્યારે પોઝિટિવિટી રેટ 11 ટકાનાં આંકડા પર પહોંચી ગયો છે.
Single-day spike of 48,661 positive cases & 705 deaths in India in the last 24 hours.
Total #COVID19 positive cases stand at 13,85,522 including 4,67,882 active cases, 8,85,577 cured/discharged/migrated & 32,063 deaths: Health Ministry pic.twitter.com/Qk11TYzDbQ
— ANI (@ANI) July 26, 2020
