Not Set/ નોર્થ કોરિયામાં કોરોનાએ કર્યો પ્રવેશ, કિમ જોંગ ઉને લગાવી ઇમરજન્સી

ઉત્તર કોરિયામાં હવે કોરોના વાયરસે પ્રવેશ કરી દીધો છે, અહીં કોરોનાથી સંક્રમિત પ્રથમ દર્દી સામે આવ્યો છે. જેના પગલે ઉત્તર કોરિયાનાં નેતા કિમ જોંગ ઉને ઇમરજન્સીની સ્થિતિ જાહેર કરી દીધી છે. અહેવાલો અનુસાર, તે જ મહિનામાં, દક્ષિણ કોરિયાનાં એક વ્યક્તિ જેણે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી હતી, તેમાં કોવિડ-19 નાં લક્ષણો જોવા મળ્યા છે. કોરોના […]

India
7f6bf58b0a637a5368bb0880312112d0 નોર્થ કોરિયામાં કોરોનાએ કર્યો પ્રવેશ, કિમ જોંગ ઉને લગાવી ઇમરજન્સી
7f6bf58b0a637a5368bb0880312112d0 નોર્થ કોરિયામાં કોરોનાએ કર્યો પ્રવેશ, કિમ જોંગ ઉને લગાવી ઇમરજન્સી

ઉત્તર કોરિયામાં હવે કોરોના વાયરસે પ્રવેશ કરી દીધો છે, અહીં કોરોનાથી સંક્રમિત પ્રથમ દર્દી સામે આવ્યો છે. જેના પગલે ઉત્તર કોરિયાનાં નેતા કિમ જોંગ ઉને ઇમરજન્સીની સ્થિતિ જાહેર કરી દીધી છે. અહેવાલો અનુસાર, તે જ મહિનામાં, દક્ષિણ કોરિયાનાં એક વ્યક્તિ જેણે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી હતી, તેમાં કોવિડ-19 નાં લક્ષણો જોવા મળ્યા છે.

કોરોના સંક્રમિતની જાણ મળતા જ કોરિયાનાં નેતા કિમ જોંગ ઉને ઇમરજન્સી લીન મીટિંગ બોલાવી અને ઇમરજન્સીની સ્થિતિની ઘોષણા કરી હતી. વળી આ દર્દી કેસાંગ શહેરમાં મળી આવ્યો છે, તેથી ત્યાં લોકડાઉન કરવામાં આવ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે કોરોનાએ સમગ્ર વિશ્વમાં કહેર વરસાવ્યો છે, પરંતુ ઉત્તર કોરિયા તેનાથી અલગ હતુ, પરંતુ હવે તે દેશ પણ આ મહામારીની ઝપટમાં આવી ગયો છે. આ પહેલા ઉત્તર કોરિયામાં કોરોના ફેલાયો ન હતો અને અહીં એક પણ કોરોના દર્દી જોવા મળ્યો નહતો.

ઉત્તર કોરિયાની કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (કેસીએનએ) એ અહેવાલ આપ્યો છે કે, એક વ્યક્તિ જે ત્રણ વર્ષ પહેલા દક્ષિણ કોરિયા ગયો હતો તે આ મહિને સરહદ પારથી પાછો ફર્યો છે. તેનામા COVID-19 નાં લક્ષણો જોવા મળ્યા છે. જો કે, વ્યક્તિનું કોરોના ટેસ્ટિંગ થઇ ચુક્યું છે કે કેમ તે અંગે કેસીએનએ જણાવ્યું ન હતું, પરંતુ કહ્યું હતું કે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ છે. જો કે એવું કહેવામાં આવ્યું હતું કે તેનું મેડિકલ ચેક-અપ થઈ ગયું છે. હાલ તે દેખરેખ હેઠળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.