Not Set/ માયાવતીએ રાજસ્થાન સરકારની મુશ્કેલીઓમાં કર્યો વધારો, જાણો કેવી રીતે

  રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે માયાવતીએ ધારાસભ્યોને બસપા છોડીને કોંગ્રેસમાં જોડાવા માટે વ્હીપ જાહેર કર્યો છે. તેનાથી હવે કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે છે. બસપા (બહુજન સમાજ પાર્ટી) એ 6 ધારાસભ્યોને વ્હિપ જારી કર્યું છે. બસપાનાં આ પગલાથી રાજસ્થાનની ગેહલોત સરકારની મુશ્કેલીઓ વધી શકે છે. સરકાર ઉપર પહેલેથી જ સંકટ છે. બસપાએ છ ધારાસભ્યો […]

India
fa8a7e2342b9054657ad0449f47cddaa માયાવતીએ રાજસ્થાન સરકારની મુશ્કેલીઓમાં કર્યો વધારો, જાણો કેવી રીતે
fa8a7e2342b9054657ad0449f47cddaa માયાવતીએ રાજસ્થાન સરકારની મુશ્કેલીઓમાં કર્યો વધારો, જાણો કેવી રીતે 

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે માયાવતીએ ધારાસભ્યોને બસપા છોડીને કોંગ્રેસમાં જોડાવા માટે વ્હીપ જાહેર કર્યો છે. તેનાથી હવે કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે છે. બસપા (બહુજન સમાજ પાર્ટી) એ 6 ધારાસભ્યોને વ્હિપ જારી કર્યું છે. બસપાનાં આ પગલાથી રાજસ્થાનની ગેહલોત સરકારની મુશ્કેલીઓ વધી શકે છે. સરકાર ઉપર પહેલેથી જ સંકટ છે.

બસપાએ છ ધારાસભ્યો આર ગુઢા, લખનસિંહ, દીપચંદ્ર, જેએસ અવાના, સંદીપ કુમાર, વાજીબ અલીને નોટિસ ફટકારી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ધારાસભ્યો કોઈ પણ પાર્ટીમાં પોતાને મર્જ કરી શકશે નહી. આપને જણાવી દઈએ કે બસપાનાં આ ધારાસભ્યો ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોંગ્રેસમાં જોડાયા હતા.

વિધાનસભા અધ્યક્ષ સી.પી. જોશીએ કહ્યું હતું કે તમામ ધારાસભ્યો કોંગ્રેસમાં ભળી ગયા છે અને તેમને તેનો પત્ર પણ મળી ગયો છે. આમા હવે કોઈ કાનૂની અવરોધ નથી. જ્યારે માયાવતીએ પણ આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. માયાવતીનાં આ પગલાથી કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. આ પહેલા પણ માયાવતીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.