Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનું તાંડવ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 47 હજારથી વધુ કેસ

  દેશમાં કોરોના વાયરસને અટકાવવામાં ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે પરંતુ આ વાયરસે જાણે હવે માણસનાં અસ્તિત્વને લઇને સવાલ ઉભો કરી દીધો છે. જણાવી દઇએ કે, આ સતત ચોથો દિવસ છે જ્યારે દેશમાં કોવિડ-19 નાં કેસ 45 થી 50 હજારની વચ્ચે આવ્યા છે. મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરનાં આંકડા મુજબ, દેશમાં છેલ્લા […]

India
cb7395cb03949188bd530dbacd648869 21 #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનું તાંડવ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 47 હજારથી વધુ કેસ

 

દેશમાં કોરોના વાયરસને અટકાવવામાં ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે પરંતુ આ વાયરસે જાણે હવે માણસનાં અસ્તિત્વને લઇને સવાલ ઉભો કરી દીધો છે. જણાવી દઇએ કે, આ સતત ચોથો દિવસ છે જ્યારે દેશમાં કોવિડ-19 નાં કેસ 45 થી 50 હજારની વચ્ચે આવ્યા છે.

મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરનાં આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 47,703 નવા કેસ નોંધાયા છે. જે બાદ કુલ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 14,83,156 થઈ ગઈ છે. વળી 654 લોકો મૃત્યુ પામ્યા હતા અને મૃતકોની કુલ સંખ્યા 33,425 થઈ ગઈ છે. વળી તે લોકો વિશે વાત કરીએ કે જેઓ આ વાયરસથી ઠીક થઇ ગયા છે, તો આપને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં 9,52,743 લોકો આ ખતરનાક વાયરસને હરાવવામાં સફળ રહ્યા છે. મંગળવારે ફરી એક વાર રિકવરી દરમાં થોડો સુધારો જોવા મળ્યો છે, હવે તે વધીને 64.23 ટકા થયો છે. જ્યારે પોઝિટિવિટી રેટ 9.03 ટકા પર આવી ગયો છે.