Not Set/ CM ગેહલોતને સબક શીખવાડવા યોગ્ય સમયની જોઇ રહી હતી રાહ, હવે જઈશ સુપ્રીમ કોર્ટ : માયાવતી

  રાજસ્થાનમાં રાજકીય ગરમા-ગરમી હજુ પણ યથાવત છે. હવે રાજસ્થાનમાં માયાવતીએ પોતાનો પગ પેસારો શરૂ કરી દીધો છે. જણાવી દઇએ કે, બસપાએ તેના વિધાનસભ્યોને કોંગ્રેસ વિરુદ્ધ મત આપવા આદેશ જારી કર્યો છે. જોકે આ તમામ ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા છે. વળી ઉત્તર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટી (બીએસપી) નાં વડા માયાવતીએ આજે ​​એક પત્રકાર […]

India
90416ad21b420c396afded5e2abe154d CM ગેહલોતને સબક શીખવાડવા યોગ્ય સમયની જોઇ રહી હતી રાહ, હવે જઈશ સુપ્રીમ કોર્ટ : માયાવતી
90416ad21b420c396afded5e2abe154d CM ગેહલોતને સબક શીખવાડવા યોગ્ય સમયની જોઇ રહી હતી રાહ, હવે જઈશ સુપ્રીમ કોર્ટ : માયાવતી 

રાજસ્થાનમાં રાજકીય ગરમા-ગરમી હજુ પણ યથાવત છે. હવે રાજસ્થાનમાં માયાવતીએ પોતાનો પગ પેસારો શરૂ કરી દીધો છે. જણાવી દઇએ કે, બસપાએ તેના વિધાનસભ્યોને કોંગ્રેસ વિરુદ્ધ મત આપવા આદેશ જારી કર્યો છે. જોકે આ તમામ ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા છે. વળી ઉત્તર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટી (બીએસપી) નાં વડા માયાવતીએ આજે ​​એક પત્રકાર પરિષદ યોજી હતી, જ્યારે ઉત્તર પ્રદેશ (યુપી) નાં કાયદો અને વ્યવસ્થાને નિશાન બનાવ્યુ હતુ અને રાજસ્થાનની ગેહલોત સરકાર પર પણ ઘણા આરોપ લગાવ્યા છે.

માયાવતીએ રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોતને દોષી ઠેરવતા કહ્યું કે ગેહલોતે ફરીવાર ચિટિંગ કરી છે. બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતીએ કહ્યું છે કે, રાજસ્થાનમાં ગયા વર્ષે 6 ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાવાના મુદ્દે હવે તે સુપ્રીમ કોર્ટમાં જશે. વધુમાં કહ્યું કે, રાજસ્થાનની ચૂંટણી બાદ જ પાર્ટીએ કોંગ્રેસને 6 ધારાસભ્યોનો ટેકો આપ્યો હતો પરંતુ સીએમ અશોક ગેહલોતે ગેરબંધારણીય રીતે તેમને કોંગ્રેસમાં શામેલ કર્યા હતા. માયાવતીએ કહ્યું કે આ પહેલા પણ ગેહલોતે આ કર્યું હતું. માયાવતીએ કહ્યું, ‘બસપા અગાઉ પણ કોર્ટમાં જઇ શકતી હતી, પરંતુ અમે કોંગ્રેસ અને ગેહલોતને પાઠ ભણાવવા માટે સમયની રાહ જોઈ રહ્યા હતા. હવે અમે નિર્ણય કર્યો છે કે અમે કોર્ટમાં જઈશું. અમે આ મુદ્દો છોડીશું નહીં. અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.

માયાવતીએ વધુમાં કહ્યું કે, ‘અમે બસપાની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી જીતેલા તમામ 6 ધારાસભ્યોને કહ્યું છે કે, રાજસ્થાન વિધાનસભામાં કોઈ કાર્યવાહી થાય તો તેમને કોંગ્રેસ વિરુદ્ધ મત આપવો પડશે. જો તેઓ તેમ નહીં કરે તો તેમના પક્ષનું સભ્યપદ સમાપ્ત થઈ શકે છે.માયાવતીએ ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે રાજ્યમાં આજે ગુનેગારો પોતાનું શાસન ચલાવી રહ્યા છે અને પરિસ્થિતિ દરરોજ વિકટ બની રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.