Not Set/ ભાજપ સાંસદનો બફાટ, રામ મંદિર બનતા જ કોરોના ભાગી જશે

  અયોધ્યામાં ભગવાન રામનાં મંદિરનાં નિર્માણ પૂર્વે 5 ઓગસ્ટે ભૂમિપૂજન કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ભૂમિપૂજનમાં ભાગ લેશે અને મંદિર નિર્માણનો પાયો નાખશે. પરંતુ આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીનાં સાંસદે મંદિરનાં નિર્માણ પછી કોરોના વિશે એક એવુ નિવેદન આપ્યું છે, જેના કારણે તે ચર્ચામાં આવી ગયા છે. રાજસ્થાનનાં દૌસાનાં ભાજપનાં સાંસદ જસકૌર મીણાએ […]

India
0c6ca34eceb73f3af2074ba776b3ffdc ભાજપ સાંસદનો બફાટ, રામ મંદિર બનતા જ કોરોના ભાગી જશે
0c6ca34eceb73f3af2074ba776b3ffdc ભાજપ સાંસદનો બફાટ, રામ મંદિર બનતા જ કોરોના ભાગી જશે 

અયોધ્યામાં ભગવાન રામનાં મંદિરનાં નિર્માણ પૂર્વે 5 ઓગસ્ટે ભૂમિપૂજન કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ભૂમિપૂજનમાં ભાગ લેશે અને મંદિર નિર્માણનો પાયો નાખશે. પરંતુ આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીનાં સાંસદે મંદિરનાં નિર્માણ પછી કોરોના વિશે એક એવુ નિવેદન આપ્યું છે, જેના કારણે તે ચર્ચામાં આવી ગયા છે. રાજસ્થાનનાં દૌસાનાં ભાજપનાં સાંસદ જસકૌર મીણાએ દાવો કર્યો છે કે કોરોના વાયરસની સારવાર એ રામ મંદિરનું નિર્માણ છે.

જસકૌર મીણાએ કહ્યું કે, અમે આધ્યાત્મિક શક્તિનાં પુજારી છીએ, આધ્યાત્મિક શક્તિ પ્રમાણે ચાલીએ છીએ. મંદિર બનશે અને તે સાથે જ કોરોના ભાગી જશે. ભાજપ સાંસદનાં આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા પણ ભાજપ નેતાએ આવું નિવેદન આપ્યું હતું. મધ્ય પ્રદેશનાં ભાજપનાં ધારાસભ્ય રામેશ્વર શર્માએ પણ આવું જ નિવેદન આપ્યું છે. શર્મા, જે મધ્યપ્રદેશ વિધાનસભાનાં પ્રોટેમ સ્પીકર છે, તેમણે દાવો કર્યો હતો કે અયોધ્યામાં રામ મંદિરનાં નિર્માણની શરૂઆત સાથે કોરોના વાયરસનો રોગચાળો ખતમ થઈ જશે.

નોંધપાત્ર વાત એ છે કે, લાંબી કાનૂની લડત જીત્યા બાદ હવે અયોધ્યામાં રામ મંદિર માટેનો શિલાન્યાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હિન્દુઓ માટેનાં સૌથી મહત્વનાં ધાર્મિક સ્થળ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ માત્ર થોડા દિવસોમાં શરૂ થવાનું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) એ 5 ઓગસ્ટે રાજ્યભરમાં અયોધ્યા અને દિવાળી જેવી ઉજવણીનું આયોજન કર્યું છે. આ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાનાં રામ મંદિરનાં ભૂમિપૂજનમાં ભાગ લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.