Not Set/ દિવમાં દારુ મળે કે નહીં અમદાવાદમાં તો મળે જ મળે, આજે પકડાયેલ દારુનું આ છે લિસ્ટ…

હવે તો ગાંધીનુ ગુજરાત અને દારુ એવું પુછતા પણ સામાન્ય અને સારા લોકોને શરમ આવે છે અને માટે જ હવે લોકો ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ વિશે જ્યારે દારુ સંદર્ભમાં વાત કરતા સંભળાય છે ત્યારે આ સવાલ ચોક્કસ પુછતા સંભળાઇ છે કે, તપાસ કરો આ અમદાવાદ હવે દિવમાં તો નથી આવતું ને ?  દિવમાં કદાચ […]

Ahmedabad Gujarat
f6cc5c34822861e7d9687bfec4d2789a 1 દિવમાં દારુ મળે કે નહીં અમદાવાદમાં તો મળે જ મળે, આજે પકડાયેલ દારુનું આ છે લિસ્ટ...
f6cc5c34822861e7d9687bfec4d2789a 1 દિવમાં દારુ મળે કે નહીં અમદાવાદમાં તો મળે જ મળે, આજે પકડાયેલ દારુનું આ છે લિસ્ટ...

હવે તો ગાંધીનુ ગુજરાત અને દારુ એવું પુછતા પણ સામાન્ય અને સારા લોકોને શરમ આવે છે અને માટે જ હવે લોકો ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ વિશે જ્યારે દારુ સંદર્ભમાં વાત કરતા સંભળાય છે ત્યારે આ સવાલ ચોક્કસ પુછતા સંભળાઇ છે કે, તપાસ કરો આ અમદાવાદ હવે દિવમાં તો નથી આવતું ને ?  દિવમાં કદાચ કોઇ દિવસ એવો હશે કે દારુ ન મળે પરતુ આ વાત અમદાવાદ માટે લાગુ નથી પડતી અમદાવાદમાં કઇ ન મળે તો કાઇ બાબત નથી દારુતો મળે જ મળે. જી હા આ વાતની પુષ્ટી કરતા એકથી વઘુ ઘટનાઓ એક જ દિવસમાં અમદાવાદમાંથી સામે આવી છે.  

અમદાવાદનાં નારોલમાં દારુ

નારોલ પંપીગ સ્ટેશન પાસે મકાનમાં 372 બોટલ દારૂ ઝડપાયો છે. 1.86 લાખની કિંમતની દારૂની બોટલ નારોલ પોલીસે કબ્જે કરી છે અને ગોમતીપુરનાં યુવક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

અમદાવાદનાં મેઘાણીનગરમાં દારુ   

અમદાવાદનાં મેઘાણીનગરમાંથી પોલીસે 95 દારૂની બોટલ ઝડપી છે. કારની સીટ નીચે ચોરખાનુ બનાવીને રાજસ્થાનથી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની વિગતો સામે આવી રહી છે. એક ઈસમની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

અમદાવાદનાં કૃષ્ણનગરમાં દારૂ

અમદાવાદનાં કૃષ્ણનગરમાં દારૂ લઈ આવતો શખ્સ ઝડપાયો છે. રાજસ્થાનથી અમદાવાદ કારમાં દારૂ લઈ આવતો શખ્સ ઝડપાયો છે.  પોલીસે 51 બોટલ વિદેશી દારૂ સાથે ઈસમનો પકડ્યો છે. 60 હજારનો મુદ્દામાલ ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. 

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews