Not Set/ રાફેલ દેશમાં આવી રહ્યુ છે, ચોકીદારજી હવે તો જણાવો કેટલી છે કિંમત? : દિગ્વિજય સિંહ

  ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ ફાઇટર જેટ ડીલ હેઠળ બુધવારે પ્રથમ પાંચ જેટ ભારત આવી રહ્યા છે. આ જેટ વિમાન હરિયાણાનાં અંબાલાનાં એરફોર્સ સ્ટેશન પર ઉતરશે. આવતા મહિને તેને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવનાર છે. પરંતુ ભારતીય વાયુ સેનામાં જોડાતી આ શક્તિ કેન્દ્રની મોદી સરકાર અને મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ વચ્ચે લાંબા સમયથી ચાલતા […]

India
cb3228619d04f3d46ef3100cb498dffb 1 રાફેલ દેશમાં આવી રહ્યુ છે, ચોકીદારજી હવે તો જણાવો કેટલી છે કિંમત? : દિગ્વિજય સિંહ
 

ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ ફાઇટર જેટ ડીલ હેઠળ બુધવારે પ્રથમ પાંચ જેટ ભારત આવી રહ્યા છે. આ જેટ વિમાન હરિયાણાનાં અંબાલાનાં એરફોર્સ સ્ટેશન પર ઉતરશે. આવતા મહિને તેને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવનાર છે. પરંતુ ભારતીય વાયુ સેનામાં જોડાતી આ શક્તિ કેન્દ્રની મોદી સરકાર અને મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ વચ્ચે લાંબા સમયથી ચાલતા ઝઘડાનો વિષય બની છે. આજે રાફેલ જેટનાં આગમન પછી ફરી એક વખત કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે મોદી સરકાર પર શાંબ્દિક પ્રહાર કર્યો છે.

દિગ્વિજયસિંહે આ સોદાની વિગતોને લઈને સરકાર સામે ફરીથી સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે આ સોદાની કિંમત હવે જણાવવી જોઈએ. તેમણે ટ્વિટર પર એક સાથે ટ્વીટ કરીને લખ્યું કે, આખરે રાફેલ ફાઇટર પ્લેન આવી ગયું છે. યુપીએ, કોંગ્રેસનાં નેતૃત્વ હેઠળ, 2012 માં 126 રાફેલ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને 18 રાફેલને બાદ કરતાં, ભારત સરકારનાં એચએએલ (હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ) માં બાંધકામ માટેની જોગવાઈ હતી. આ ભારતમાં આત્મનિર્ભર હોવાનો પુરાવો હતો. એક રાફેલની કિંમત 746 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. પરંતુ મોદી સરકાર આવ્યા પછી, મોદીએ સંરક્ષણ અને નાણાં મંત્રાલય અને કેબિનેટ સમિતિની મંજૂરી લીધા વિના ફ્રાન્સ સાથે નવો કરાર કર્યો અને HAL નો હક છીનવી ખાનગી કંપનીને આપવાના કરાર પર હસ્તાક્ષર કર્યો. રાષ્ટ્રીય સુરક્ષાની અવગણના કરતા, 126 રાફેલને ખરીદવાને બદલે, ફક્ત 36 ખરીદવાનું નક્કી કર્યું.

તેમણે લખ્યું, ‘કોંગ્રેસ સરકાર દ્વારા એક રાફેલની કિંમત રૂપિયા 746 કરોડ નક્કી કરવામાં આવી હતી, પરંતુ સંસદમાં અને સંસદની બહાર પણ માંગણીઓ કરવા છતા રાફેલ આજ સુધીમાં કેટલી કિંમતમાં ખરીદ્યો છે તે કહેવામાં આવ્યુ નથી. કેમ?  કારણ કે ચોકીદારજીની ચોરીનો પર્દાફાશ થશે!! ચોકીદારજીહવે તો તેનો ભાવ જણાવો!!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.