વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ’મન કી બાત’ દ્વારા દેશને સંબોધન કર્યું હતું. PM મોદીએ દેશવાસીઓને કોરોના મામલે ખોટા અત્મવિશ્વસમાં ન રહેવાની અપીલ કરતા ચેતવ્યા છે કે, કોરોનાને લઈને વધારે પડતો વિશ્વાસ ટાળવો જોઇએ અને લોકોએ આ મામલે બીલકુલ ગફલતમાં રહેવુ જોઇએ નહી. બને એટલુ ઘરમાં રહો, બને તેટલુ સામાજીક અંતર જાળવો અને અહંકાર કે ખોટો અત્મવિશ્વસ બીલકુલ ન કેળવો.
કોરોના વાયરસના કહેર વચ્ચે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને 64મી વખત સંબોધન કરતા કહ્યું હતું કે, ભારતમાં તમામ લોકો કોરોના વાયરસ સામે લડત લડી રહ્યા છે. આખી દુનિયાનો અનુભવ આપણને ઘણું શીખવાડી રહ્યો છે, તેથી આપણે વધારે પડતો આખો બંધ કરીને વિશ્વાસ ન રાખવો જોઈએ, કારણ કે કોરોના સાવચેતીથી જ દુર રહેશે, માટે બધાં યાદ રાખજો અને ઘરની બહાર બીન જરુરી ન નીકળતા.
PM મોદીએ કહ્યું હતું કે હું તમને વિનંતી કરવા માંગુ છું કે, વધુ પડતા આત્મવિશ્વાસમાં ન ફસાતા, આપણે આવો વિચાર મનમાં બીલકુલ ન લાવવો જોઇએ કે, કોરોના હજી સુધી આપણા શહેરમાં, આપણા ગામમાં, આપણી શેરીમાં કે આપણી ઓફિસમાં પહોંચ્યો નથી, તેથી આપને તો હુજ કશુ થવાનું જ નથી. ક્યારેય આવી ભૂલ ન કરશો. વિશ્વનો અનુભવ આપણને ઘણું કહી રહ્યો છે અને આપણા દેશમાં એ વાત પ્રસિદ્ધ છે કે, ‘સાવધાની હટી કે દુર્ઘટના ઘટી’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન…
