Not Set/ લ્યો બોલો આવું પણ થાય છે..! કોરોનાનાં દર્દીએ પોતાનાં મોતનાં સમાચાર અખબારમાં જોયા, પછી કર્યુ આવું…

મધ્યપ્રદેશના ઉજ્જૈનની એક ખાનગી મેડિકલ કોલેજે ભારે બેદરકારી દાખવી હોવાની ઘટના સામે આવી છે. શહેરની આરડી ગાર્ગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલા એક યુવકે જ્યારે અખબારમાં તેના મૃત્યુના સમાચાર વાંચ્યા, ત્યારે તે અવાચક બની ગયો હતો. યુવકે ત્યારબાદ આ મામલાને સોશિયલ મીડિયા લાવી દીધો હતો. જી હા યુવકે સોશિયલ મીડિયા પર જઈ અને એક વીડિયો પોસ્ટ કર્યો. વીડિયો વાયરલ થયો […]

India
a88f55391ce40e51ce54814e4ddbf9c8 1 લ્યો બોલો આવું પણ થાય છે..! કોરોનાનાં દર્દીએ પોતાનાં મોતનાં સમાચાર અખબારમાં જોયા, પછી કર્યુ આવું...
a88f55391ce40e51ce54814e4ddbf9c8 1 લ્યો બોલો આવું પણ થાય છે..! કોરોનાનાં દર્દીએ પોતાનાં મોતનાં સમાચાર અખબારમાં જોયા, પછી કર્યુ આવું...

મધ્યપ્રદેશના ઉજ્જૈનની એક ખાનગી મેડિકલ કોલેજે ભારે બેદરકારી દાખવી હોવાની ઘટના સામે આવી છે. શહેરની આરડી ગાર્ગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલા એક યુવકે જ્યારે અખબારમાં તેના મૃત્યુના સમાચાર વાંચ્યા, ત્યારે તે અવાચક બની ગયો હતો. યુવકે ત્યારબાદ આ મામલાને સોશિયલ મીડિયા લાવી દીધો હતો. જી હા યુવકે સોશિયલ મીડિયા પર જઈ અને એક વીડિયો પોસ્ટ કર્યો. વીડિયો વાયરલ થયો અને આરોગ્ય વિભાગ સુધી પહોંચ્યો અને તંત્ર દોડતું થઇ ગયું. 

વીડિયો જોઈને અધિકારીઓ એલર્ટ થઈ ગયા અને તપાસ શરૂ કરી. આ પછી, આરોગ્ય વિભાગે તેને બેદરકારી ગણીને સંબંધિત ડોક્ટરને કારણદર્શક નોટિસ ફટકારી છે. વાયરલ વીડિયોમાં કોરોના દર્દી કહી રહ્યૈ છે કે, ‘મને બે દિવસ પહેલા આરડી ગાર્ગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મેં શનિવારે એક અખબારમાં વાંચ્યું હતું કે હું મરી ગયો છું ત્યારે હું જીવતો હતો.’  તેમણે લોકોને આ વીડિયોને વધુને વધુ શેર કરવા જણાવ્યું હતું.

આ બાબતે, ઉજ્જૈનના મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી (સીએમએચઓ) ડો. અનસુઇયા ગવાલીએ જણાવ્યું હતું કે, “ગુરુવારે મૃત્યુ પામેલા 60 વર્ષીય કોરોના દર્દીની જગ્યાએ આ યુવાનનું નામ નોંધાયું હતું.” આ કેસમાં સામેલ ડોક્ટરે ભૂલ સ્વીકારી લીધી હતી. તેમણે કહ્યું છે કે આ નામ અને સરનામાંમાં ગેરસમજને કારણે થયું છે.

સીએમએચઓએ કહ્યું કે ડોક્ટરને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને પૂછવામાં આવ્યું છે કે તમારી વિરુદ્ધ કાર્યવાહી કેમ ન થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું છે કે ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન થવું જોઈએ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન