Not Set/ દેશમાં કોરોના સંકટ વચ્ચે પંજાબ પોલીસે એક આતંકીની કરી ધરપકડ

લોકડાઉન વચ્ચે હિઝબુલ આતંકવાદીને પકડવામાં પંજાબ પોલીસને મોટી સફળતા મળી છે. મળતી માહિતી મુજબ પોલીસે હિઝબુલ મુજાહિદ્દીનનાં આતંકીની ધરપકડ કરી છે. આતંકીનું નામ હિલાલ અહેમદ વાગે છે. હિલાલ પાસેથી 29 લાખ રૂપિયાની ભારતીય ચલણ પણ મળી આવી છે. પંજાબનાં ડીજીપી દિનકર ગુપ્તાએ જણાવ્યું હતું કે, આતંકવાદીની ઓળખ હિલાલ અહેમદ વાગે તરીકે કરવામાં આવી છે, જેની […]

India
716d6ce266317b9abdbbaf6b07310676 1 દેશમાં કોરોના સંકટ વચ્ચે પંજાબ પોલીસે એક આતંકીની કરી ધરપકડ
716d6ce266317b9abdbbaf6b07310676 1 દેશમાં કોરોના સંકટ વચ્ચે પંજાબ પોલીસે એક આતંકીની કરી ધરપકડ

લોકડાઉન વચ્ચે હિઝબુલ આતંકવાદીને પકડવામાં પંજાબ પોલીસને મોટી સફળતા મળી છે. મળતી માહિતી મુજબ પોલીસે હિઝબુલ મુજાહિદ્દીનનાં આતંકીની ધરપકડ કરી છે. આતંકીનું નામ હિલાલ અહેમદ વાગે છે. હિલાલ પાસેથી 29 લાખ રૂપિયાની ભારતીય ચલણ પણ મળી આવી છે.

પંજાબનાં ડીજીપી દિનકર ગુપ્તાએ જણાવ્યું હતું કે, આતંકવાદીની ઓળખ હિલાલ અહેમદ વાગે તરીકે કરવામાં આવી છે, જેની અમૃતસર કમિશનરેટ પોલીસે ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ કલમ 10, 11, 13, 17, 18, 20 અને 21 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે. ત્યારે તમામ દેશ કોરોનાથી કેવી રીતે લડી શકાય તે વિચારમાં ચિંતિત છે, ત્યારે આવા સમયમાં પણ આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓને પૂરા કરવાનાં પ્રયત્નો બંધ નથી કરી રહ્યા જે વધુ એક ચિંતાનો વિષય બની ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.