Not Set/ દિલ્હીનાં મેક્સ હોસ્પિટલમાં ડૉક્ટરો સહિત 33 આરોગ્ય કર્મચારીઓ કોરોના પોઝિટીવ

પૂર્વ દિલ્હીની પટપડગંજની મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં, 33 આરોગ્ય કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. આ ઉપરાંત અહીંની 145 નર્સો તેમના હોસ્ટેલમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવી છે. હોસ્પિટલનાં જણાવ્યા અનુસાર, તમામ આરોગ્ય કર્મચારીઓની રૂટિન તપાસ કરવામાં આવી હતી, ત્યારબાદ કુલ 33 આરોગ્ય કર્મચારીઓને આ ખતરનાક વાયરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી […]

India
64d61c3a728dd8e566bde5e9a2865921 દિલ્હીનાં મેક્સ હોસ્પિટલમાં ડૉક્ટરો સહિત 33 આરોગ્ય કર્મચારીઓ કોરોના પોઝિટીવ
64d61c3a728dd8e566bde5e9a2865921 દિલ્હીનાં મેક્સ હોસ્પિટલમાં ડૉક્ટરો સહિત 33 આરોગ્ય કર્મચારીઓ કોરોના પોઝિટીવ

પૂર્વ દિલ્હીની પટપડગંજની મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં, 33 આરોગ્ય કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. આ ઉપરાંત અહીંની 145 નર્સો તેમના હોસ્ટેલમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવી છે. હોસ્પિટલનાં જણાવ્યા અનુસાર, તમામ આરોગ્ય કર્મચારીઓની રૂટિન તપાસ કરવામાં આવી હતી, ત્યારબાદ કુલ 33 આરોગ્ય કર્મચારીઓને આ ખતરનાક વાયરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. આમાં બે ડૉક્ટર અને 23 નર્સિંગ સ્ટાફનો સમાવેશ છે. ઉપરાંત અન્ય ટેકનિશિયન અને સપોર્ટ સ્ટાફ પણ છે.

હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનનાં જણાવ્યા અનુસાર, તે તમામને સાકેતની મેક્સ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પટપડગંજની આ 145 નર્સોને 14 દિવસ માટે ખાનગી હોસ્ટેલમાં છોડી દેવામાં આવ્યા છે. આ સિવાય આ હોસ્ટેલને સીલ કરી દેવામાં આવી છે અને સ્થાનિક અધિકારીઓએ તેને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યું છે. 15 મી એપ્રિલે, મેક્સ ગ્રૂપે જાહેરાત કરી કે તે આગામી 24 અઠવાડિયામાં તેના 24,000 આરોગ્ય કર્મચારીઓ અને દેશભરમાં 1000 દર્દીઓનાં કોરોના ચેપની તપાસ કરશે.

આપને જણાવી દઇએ કે, દિલ્હી સરકાર દ્વારા સંચાલિત બાબુ જગજીવન રામ હોસ્પિટલ ખાતે 29, બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલમાં 29, દિલ્હી રાજ્ય કેન્સર સંસ્થામાં 25 અને લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજમાં અત્યાર સુધીમાં 50 આરોગ્ય કર્મચારીઓને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. આ સિવાય અપોલો, સર ગંગા રામ, મૂળચંદ, આરએમએલ, સફદરજંગ, એઈમ્સ અને લોક નાયક હોસ્પિટલનાં આરોગ્ય કર્મચારીઓ પણ આ ખતરનાક વાયરસથી સંક્રમિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.