દેશમાં કોરોના વાયરસ રોગચાળાની અસર સતત વધી રહી છે. મંગળવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં કોરોના વાયરસ ચેપની સંખ્યા 29 હજારને વટાવી ગઈ છે. જ્યારે દેશમાં આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 934 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે નવા આંકડા જાહેર કર્યા હતા. જે મુજબ દેશમાં કોરોના વાયરસનાં કુલ કેસો 29 હજાર 435 છે. જ્યારે અત્યાર સુધીમાં 934 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાહતની વાત છે કે, આજકાલ 6,869 લોકો આ રોગચાળાને હરાવીને ઠીક થઇ ચુક્યા છે. દેશમાં કોરોનાથી ઠીક થનારા લોકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જો આપણે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, દેશમાં લગભગ 1,543 નવા કેસ નોંધાયા છે, જ્યારે 62 લોકોએ જીવ ગુમાવ્યો છે. જે એક દિવસમાં આવ્યો અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે.
62 deaths and 1543 new cases in last 24 hours due to #Coronavirus, the sharpest ever increase in death cases in India. https://t.co/CjUd1Vg2Zu
— ANI (@ANI) April 28, 2020
દેશમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સૌથી વધુ વિનાશ જોવા મળ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસનાં કુલ 8,590 કેસ નોંધાયા છે, જ્યારે 369 લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્ર પછી ગુજરાત અને દિલ્હીમાં સૌથી વધુ કેસ છે, જ્યાં કુલ કેસ 3,000 ની સંખ્યાને વટાવી ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં 6 લાખથી વધુ કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.