Not Set/ કોરોનાએ ધ્વસ્ત કરેલ અર્થ વ્યવસ્થાને ઉગારવા રાહુલ ગાંધીએ શરૂ કરી વીડિયો સિરીઝ, આજે ચર્ચા થશે રઘુરામ રાજન સાથે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા COVID-19 મહામારી એટલે કે કોરોનાના સંકટથી ધ્વસ્ત થયેલી દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સરાહનીય પહેલ કરી છે. રાહુલ ગાંઘી અર્થ વ્યવસ્થા અને આર્થિક બાબતો પર દેશના પ્રબુઘ્ઘ અને વિદ્વાનો સાથે વીડિયો કોન્ફરન્સની એક સિરીઝ કરવા જઈ રહ્યાં છે. આ સિરીઝની શરૂઆત તેઓ આજે જાણીત અર્થશાસ્ત્રી અને RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન […]

India
c4deba3437b8f523d422182f33e3be5d કોરોનાએ ધ્વસ્ત કરેલ અર્થ વ્યવસ્થાને ઉગારવા રાહુલ ગાંધીએ શરૂ કરી વીડિયો સિરીઝ, આજે ચર્ચા થશે રઘુરામ રાજન સાથે
c4deba3437b8f523d422182f33e3be5d કોરોનાએ ધ્વસ્ત કરેલ અર્થ વ્યવસ્થાને ઉગારવા રાહુલ ગાંધીએ શરૂ કરી વીડિયો સિરીઝ, આજે ચર્ચા થશે રઘુરામ રાજન સાથે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા COVID-19 મહામારી એટલે કે કોરોનાના સંકટથી ધ્વસ્ત થયેલી દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સરાહનીય પહેલ કરી છે. રાહુલ ગાંઘી અર્થ વ્યવસ્થા અને આર્થિક બાબતો પર દેશના પ્રબુઘ્ઘ અને વિદ્વાનો સાથે વીડિયો કોન્ફરન્સની એક સિરીઝ કરવા જઈ રહ્યાં છે. આ સિરીઝની શરૂઆત તેઓ આજે જાણીત અર્થશાસ્ત્રી અને RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન સાથે અર્થતંત્ર મામલે ચર્ચા કરીને કરશે. રાજન સાથે આ વાતચીત લગભગ 1 કલાકની છે. જેમાં અર્થ વ્યવસ્થાની સ્થિતિ અને કોરોના મહામારી વચ્ચે તેમાં સુધારાના ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ મુજબ, આ ચર્ચા વીડિયો કોન્ફરન્સ મારફતે અંગ્રેજીમાં કરવામાં આવશે. આ અંગે કોંગ્રેસના પ્રવક્તા રોહન ગુપ્તાએ જણાવ્યું કે, રાહુલ ગાંધી રઘુરામ રાજન સાથે વાત કરશે અને આ વીડિયો આજે એટલે કે ગુરૂવાર અને 30 એપ્રિલે લોન્ચ કરવામાં આવશે. આ ચર્ચા કોરોના સંકટના કારણે અર્થ વ્યવસ્થા પર તેની પડનાની અસર અને તેમાથી ઉગરવાનાં ઉપાયો પર છે. તેમણે આ વાત પર પણ ચર્ચા કરી છે કે, કેવી રીતે આ આફતને અવસરમાં પરિવર્તિક કરવામાં આવી શકે ?

શિક્ષાવિદો, સ્વાસ્થ્ય સેવા નિષ્ણાંતો અને જમીની સ્તર પર વિશ્વભરમાં કામ કરી રહેલા કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધીની વીડિયો સીરિઝનો આ પ્રથમ વીડિયો છે. વાતચીત રેકોર્ડ થશે અને પછી આગામી દિવસોમાં કોંગ્રેસ તરફથી તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવશે. કોંગ્રેસનાં સુત્રોનું કહેવું છે કે, રાહુલ ગાંધી આ દરમિયાન ભાજપ વિશે કોઈ વાત નહીં કરે. આ સમગ્ર વાતચીત અર્થ વ્યવસ્થા ઉપર જ રહેશે. આ વાર્તાલાપ ધ્યય દેશની અર્થવ્યવસ્થાને પાટે ચડાવી દે઼ડતી કરવાની છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન