Not Set/ શિવ મંદિરનાં મહંત પર હુમલો, લોકડાઉનનાં કારણે પૂજા કરવાની પાડી હતી ના

મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં સાધુઓની હત્યા બાદ મધ્યપ્રદેશનાં સતના જિલ્લાનાં શિવ મંદિરનાં મહંત પર હુમલો થયો હોવાનુ પ્રકાશમાં આવ્યું છે. અહીં લોકડાઉનનાં કારણે શિવ મંદિરમાં પૂજા કરવાની મનાઇ કરવા પર દબંગોએ મંદિરનાં મહંત પર લાકડી-ડંડાથી હુમલો કરી દીધો હતો દરમિયાન, મહંત તે જગ્યાએથી ભાગવામાં સફળ રહ્યા અને આ રીતે તેમણે પોતાનો જીવ બચાવ્યો. મીડિયા રિપોર્ટ્સ […]

India
ade6b854a23d9ae50ae63a4987a7d807 શિવ મંદિરનાં મહંત પર હુમલો, લોકડાઉનનાં કારણે પૂજા કરવાની પાડી હતી ના
ade6b854a23d9ae50ae63a4987a7d807 શિવ મંદિરનાં મહંત પર હુમલો, લોકડાઉનનાં કારણે પૂજા કરવાની પાડી હતી ના

મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં સાધુઓની હત્યા બાદ મધ્યપ્રદેશનાં સતના જિલ્લાનાં શિવ મંદિરનાં મહંત પર હુમલો થયો હોવાનુ પ્રકાશમાં આવ્યું છે. અહીં લોકડાઉનનાં કારણે શિવ મંદિરમાં પૂજા કરવાની મનાઇ કરવા પર દબંગોએ મંદિરનાં મહંત પર લાકડી-ડંડાથી હુમલો કરી દીધો હતો દરમિયાન, મહંત તે જગ્યાએથી ભાગવામાં સફળ રહ્યા અને આ રીતે તેમણે પોતાનો જીવ બચાવ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના સોમવાર (27 એપ્રિલ) નાં રોજ બની હતી. હાલ પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી છે.

મળતી માહિતી મુજબ, મામલો સતના જિલ્લાનાં ગોરૈયા ગામનો છે. સોમવારે સાંજે લગભગ અડધો ડઝન લોકોએ શિવ મંદિરનાં મહંત દિનેશ મિશ્રા સાથે લડવાનું શરૂ કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહંતે છોટેસિંહ બરગાહી અને તેના ભત્રીજાઓને સવારે લોકડાઉનનું પાલન કરવાનું કહીને પૂજા કરવાની ના પાડી હતી. જેના કારણે છોટેસિંહ બરગાહી અને તેના ભત્રીજાઓએ મહંત ઉપર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. દરમિયાન બચાવવા વચ્ચે આવેલા લોકો પણ ઘાયલ થયા હતા. જેમાં એક વ્યક્તિનાં માથામાં ઉંડો ઘા પણ થયો છે.

આ દરમિયાન શિવ મંદિરનાં મહંતે કોઈક રીતે તેમનો જીવ બચાવ્યો હતો અને કોટર પોલીસ સ્ટેશનમાં પોલીસને જાણ કરી હતી. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એડિશનલ એસપી ગૌતમ સોલંકીએ જણાવ્યું હતું કે, શિવ મંદિરમાં મહંત અને તેના સેવક પર હુમલો કરવામાં આવ્યો છે. મંદિરમાં પાણી અર્પણ કરવાને લઈને વિવાદ થયો હતો અને આ દરમિયાન બંને પક્ષે મારપીટ શરૂ કરી હતી. મહંતનાં સેવકે રિપોર્ટ નોંધાવ્યો છે અને પોલીસે હુમલો કરવાનો કેસ નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.