Not Set/ ઉદ્વવ ઠાકરેની ખુર્સી પર દેખાતા સંકટનાં વાદળો હટ્યા, વિધાન પરિષદની ચૂંટણીને ચૂંટણી પંચે આપી લીલી ઝંડી

મહારાષ્ટ્રનાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની ખુર્સી પર દેખાતા સંકટનાં વાદળો હટી ગયા હોય તેવુ દેખાઇ રહ્યુ છે. ચૂંટણી પંચે રાજ્યમાં વિધાન પરિષદની ચૂંટણીઓ યોજવાનો નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં જ જાહેરનામું બહાર પાડવામાં આવશે અને 21 દિવસમાં ચૂંટણી પૂર્ણ થઈ જશે. આ સમગ્ર પ્રક્રિયા 27 મે પહેલા પૂર્ણ કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે, રાજ્યપાલ […]

India
87366518cd9dd9151d9f3ff721cf3530 ઉદ્વવ ઠાકરેની ખુર્સી પર દેખાતા સંકટનાં વાદળો હટ્યા, વિધાન પરિષદની ચૂંટણીને ચૂંટણી પંચે આપી લીલી ઝંડી
87366518cd9dd9151d9f3ff721cf3530 ઉદ્વવ ઠાકરેની ખુર્સી પર દેખાતા સંકટનાં વાદળો હટ્યા, વિધાન પરિષદની ચૂંટણીને ચૂંટણી પંચે આપી લીલી ઝંડી

મહારાષ્ટ્રનાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની ખુર્સી પર દેખાતા સંકટનાં વાદળો હટી ગયા હોય તેવુ દેખાઇ રહ્યુ છે. ચૂંટણી પંચે રાજ્યમાં વિધાન પરિષદની ચૂંટણીઓ યોજવાનો નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં જ જાહેરનામું બહાર પાડવામાં આવશે અને 21 દિવસમાં ચૂંટણી પૂર્ણ થઈ જશે. આ સમગ્ર પ્રક્રિયા 27 મે પહેલા પૂર્ણ કરવામાં આવશે.

આપને જણાવી દઇએ કે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ ચૂંટણી પંચને વિનંતી કરી હતી કે વહેલી તકે મહારાષ્ટ્ર વિધાન પરિષદની 9 ખાલી બેઠકો પર ચૂંટણી યોજાય. રાજ્યપાલે કહ્યું કે, રાજ્યમાં વર્તમાન સંકટનાં ધ્યાનમાં રાખીને, 24 એપ્રિલથી ખાલી પડેલી વિધાન પરિષદની બેઠકો પર ચૂંટણીઓની ઘોષણા થવી જોઈએ. હવે પંચે ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. આપને જણાવી દઇએ કે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે દેશમાં લોકડાઉન વચ્ચે અનેક છૂટ અને પગલાંની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં વિધાન પરિષદની ચૂંટણીઓ કેટલીક માર્ગદર્શિકા સાથે યોજાઇ શકે છે, જેના પછી ઉદ્ધવ ઠાકરેએ રાહતનો શ્વાસ લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.