Not Set/ #વ્યસનીઓ માટે માઠા સમાચાર, રાહ જોવી પડશે હજુ વારો નહી આવે, નહીં ખુલે પાન મસાલાની દુકાનો

વ્યસનીઓ માટે સરકાર અને તંત્ર તરફથી માંઠા સમાચાર આવી રહ્યા છે. જી હા, કેન્દ્ર સરકાર દ્વારા આદેશાત્મક જાહેરાત કરવામાં આવી છે અને પાન – મસાલાનાં ઉત્પાદન અને વેચાણ પર રાષ્ટ્ર વ્યાપી પ્રતિબંઘ જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર તરફથી જાહેર કરેલા સુચનો પર ગુજરાતમાં પણ આ સુચનોનું ત્વરીતે અમલ કરવુ બને છે. ગુજરાતનાં પોલીસ વડા શિવાનંદ […]

India
1daa527eeb706e81ebc1411ce52cb98e 1 #વ્યસનીઓ માટે માઠા સમાચાર, રાહ જોવી પડશે હજુ વારો નહી આવે, નહીં ખુલે પાન મસાલાની દુકાનો
1daa527eeb706e81ebc1411ce52cb98e 1 #વ્યસનીઓ માટે માઠા સમાચાર, રાહ જોવી પડશે હજુ વારો નહી આવે, નહીં ખુલે પાન મસાલાની દુકાનો

વ્યસનીઓ માટે સરકાર અને તંત્ર તરફથી માંઠા સમાચાર આવી રહ્યા છે. જી હા, કેન્દ્ર સરકાર દ્વારા આદેશાત્મક જાહેરાત કરવામાં આવી છે અને પાન – મસાલાનાં ઉત્પાદન અને વેચાણ પર રાષ્ટ્ર વ્યાપી પ્રતિબંઘ જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર તરફથી જાહેર કરેલા સુચનો પર ગુજરાતમાં પણ આ સુચનોનું ત્વરીતે અમલ કરવુ બને છે. ગુજરાતનાં પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જ્યાં સુધી લોકડાઉન અમલી છે ત્યાં સુધી ગુજરાતમાં કોઇ પણ જગ્યાએ કોઇ પણ પ્રકારની પાન – મસાલાની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જે જીલ્લામાં ગ્રીન ઝોન પ્રસ્થાપિત છે તે તમામ જીલ્લામાં પાન – મસાલાની દુકાનો ખોલવાની વાત કરવામાં આવી રહી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કે ફક્ત ત્યાં જ ગ્રીન ઝોન જીલ્લામાં આવેલા હોય, તે તમામ જીલ્લામાં પાન – મસાલાની દુકાનો ખુલી જવાની વાતે અને અટકળો ચર્ચામાં હતી, ત્યારે પોલીસ વડા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવતા આ તમામ પ્રકારની અટકળોનો અંત આવી ગયો છે. છે.  

આમ આ વાત સ્પષ્ટ છે કે, પ્યાસી અને વ્યસનીઓને હજુ કસુંબલ મોજ માણવા માટે વધારે રાહ જોવી પડશે અને પાન – મસાલાની કોઇ પણ જગ્યાએ ગુજરાતમાં દુકાનો ખોલી શકાશે નહી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન