Not Set/ #હંદવાડાઅથડામણ/ સેનાને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં લશ્કરનો ટોપ આતંકી હૈદર માર્યો ગયો

જમ્મુ-કાશ્મીરનાં આતંકીઓ સાથે હંદવાડા એન્કાઉન્ટરમાં ભારતીય સુરક્ષા દળને એક મોટી સફળતા મળી છે. પાકિસ્તાનમાં રહેતા લશ્કર-એ-તૈયબાનાં ટોચનાં કમાન્ડર આતંકવાદી હૈદર આ એનકાઉન્ટરમાં માર્યો ગયો છે. હંદવાડામાં સુરક્ષા દળોએ હૈદર ઉપરાંત અન્ય એક આતંકવાદીને ઠાર માર્યો છે અને તે પણ પાકિસ્તાની બતાવવામાં આવ્યો છે. જો કે, ઉત્તર કાશ્મીરનાં હંદવારા ક્ષેત્રનાં એક ગામમાં આતંકવાદીઓ સાથેની એન્કાઉન્ટરમાં એક […]

India
39f73808935c965d9fc84339c5046e3e 1 #હંદવાડાઅથડામણ/ સેનાને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં લશ્કરનો ટોપ આતંકી હૈદર માર્યો ગયો
39f73808935c965d9fc84339c5046e3e 1 #હંદવાડાઅથડામણ/ સેનાને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં લશ્કરનો ટોપ આતંકી હૈદર માર્યો ગયો

જમ્મુ-કાશ્મીરનાં આતંકીઓ સાથે હંદવાડા એન્કાઉન્ટરમાં ભારતીય સુરક્ષા દળને એક મોટી સફળતા મળી છે. પાકિસ્તાનમાં રહેતા લશ્કર-એ-તૈયબાનાં ટોચનાં કમાન્ડર આતંકવાદી હૈદર આ એનકાઉન્ટરમાં માર્યો ગયો છે. હંદવાડામાં સુરક્ષા દળોએ હૈદર ઉપરાંત અન્ય એક આતંકવાદીને ઠાર માર્યો છે અને તે પણ પાકિસ્તાની બતાવવામાં આવ્યો છે. જો કે, ઉત્તર કાશ્મીરનાં હંદવારા ક્ષેત્રનાં એક ગામમાં આતંકવાદીઓ સાથેની એન્કાઉન્ટરમાં એક કર્નલ અને એક મેજર સહિત પાંચ સુરક્ષા જવાન શહીદ થયા છે.

સુત્રોનાં જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીર પોલીસનાં આઈજી કુમારે જણાવ્યું હતું કે, હંદવાડાનો ટોચનો કમાન્ડર હૈદર હંદવાડા એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ સુરક્ષા દળોનાં પાંચ જવાનોને નિશાન બનાવ્યા હતા. જો કે, અત્યાર સુધી આતંકીઓની ઓળખ થઇ શકી નથી.

વળી પોલીસ મહાનિર્દેશક દિલબાગસિંહે રવિવારે કહ્યું, “કર્નલ આશુતોષ શર્મા, મેજર અનુજ સૂદ અને જમ્મુ કાશ્મીર પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શકીલ કાઝી સહિત પાંચ બહાદુર સુરક્ષા જવાનો તેમની ફરજો બજાવતાં માર્યા ગયા, જે સુચિત કરતા ઘણુ દુઃખ થઇ રહ્યુ છે.” તેમણે કહ્યું કે કર્નલ અને તેની ટીમે આતંકવાદીઓ દ્વારા બંધક બનાવી રાખેલા નાગરિકોને બહાદુરીથી મુકત કરાવી દીધા. આ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.