Not Set/ #Video/ શેરીમાં બાઇક ચલાવાની આવ્યો વાંદરો, બાળકીને ઉઠાવીને ખેંચી ગયો અને પછી જે થયું તે…

એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બાઇક પર સવાર વાંદરાએ શેરીમાં પ્રવેશ કરી અને એક બાળકીને ખેંચીને લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો આ ઘટનાને ‘અપહરણનો પ્રયાસ‘ ગણાવી રહ્યા છે. બાળકી ઘરની બહાર બેઠી હતી. ત્યારબાદ વાંદરો બાઇક પર સવાર થઇને પહોંચ્યો અને બાળકીને ખેંચવા લાગ્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે, […]

India
dafea5d2cb04276349f3d31d813801c1 #Video/ શેરીમાં બાઇક ચલાવાની આવ્યો વાંદરો, બાળકીને ઉઠાવીને ખેંચી ગયો અને પછી જે થયું તે...
dafea5d2cb04276349f3d31d813801c1 #Video/ શેરીમાં બાઇક ચલાવાની આવ્યો વાંદરો, બાળકીને ઉઠાવીને ખેંચી ગયો અને પછી જે થયું તે...

એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બાઇક પર સવાર વાંદરાએ શેરીમાં પ્રવેશ કરી અને એક બાળકીને ખેંચીને લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો આ ઘટનાને અપહરણનો પ્રયાસગણાવી રહ્યા છે. બાળકી ઘરની બહાર બેઠી હતી. ત્યારબાદ વાંદરો બાઇક પર સવાર થઇને પહોંચ્યો અને બાળકીને ખેંચવા લાગ્યો.

વીડિયોમાં જોઈ શકાય છે કે, વાનર બાઇક ચલાવતા શેરીમાં પ્રવેશ કરે છે. તે સમયે, એક બાળકી અન્યોની સાથે ઘરની બહાર બેંચ પર બેઠી હતી. બાઇક લઇને આવનાર વાંદરો તે બાળકી સુધી પહોંચી બાઇકને છોડી તે બાળકીને ઘસીટીને લઇ જવાનો પ્રયત્ન કર્યો છે. લોકોએ જોયુ અને બાદમાં તેઓ રસ્તા પર આવી ગયા. બાળકીને ખેંચીને લઈ ગયા બાદ અડધા રસ્તેથી વાંદરો ગભરાઈને ભાગી ગયો હતો. બાળકી બાદમાં ઉઠી અને ફરી જ્યા બેઠી હતી ત્યાં બેસી ગઇ. આ વીડિયો યુએસનાં પૂર્વ બાસ્કેટબોલ ખેલાડી રેક્સ ચેપમેન દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું હતું, ‘મને યાદ નથી કે મે વાંદરાને બાઇક ચલાવતા ક્યારે જોયો હતો અને બાળકીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ વીડિયોને અત્યાર સુધીમાં 4.5 મિલિયન વ્યૂઝ મળી ચુક્યા છે. વળી, 58 હજારથી વધુ લાઈક્સ અને 16 હજાર રિ-ટ્વિટ કરવામાં આવી છે. લોકોએ ટ્વિટર પર આવી પ્રતિક્રિયા આપી છે. રેડિટ યુઝરે લખ્યું, ‘વાંદરો રમકડાની બાઇક પર બેઠો હતો. બાઇકમાં એન્જીન ન હતું અને ગાડીમાં એક દોરડું બાંધેલુ હતું. જો કે તે એક ગાડી ખેંચીને ચલાવતી બાઇક હતી. માલિકે દોરડું જેવુ ખેંચ્યું કે તુરંત જ તેણે બાઇક દોડી. વાંદરો પણ બાઇક પર હાજર હતો. જેવુ બાઇક બાળકી પાસે ગયુ ત્યારે વાંદરાએ અચાનક બાળકીને ખેંચવાનું શરૂ કર્યુ. આ વીડિયો જેણે પણ જોયો છે તે દરેક તેને જોઇ ચોંકી ઉઠ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.