Not Set/ લોકડાઉનમાં છૂટનો દૂરઉપયોગ પડી શકે છે ભારે, સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન જરૂરી : આરોગ્ય મત્રાલય

દેશમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે ત્યારે તેને રોકવાનાં પ્રયત્નોનાં ભાગરૂપે દેશમાં લોકડાઉનને આગળ વધારવામાં આવ્યુ છે. આરોગ્ય મંત્રાલયે સોમવારે કહ્યું છે કે, કોરોના રોગચાળામાં સામાજિક અંતર જાળવવું જરૂરી છે. પત્રકાર પરિષદમાં આરોગ્ય મંત્રાલયનાં જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે, કેટલાક વિસ્તારોમાં લોકડાઉનમાં રાહત મળી રહી છે પરંતુ લોકોએ સામાજિક અંતરનાં નિયમોનું પાલન કરવું […]

India
af4a7ea4d2c5a4006acaacb285d5b6ed લોકડાઉનમાં છૂટનો દૂરઉપયોગ પડી શકે છે ભારે, સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન જરૂરી : આરોગ્ય મત્રાલય
af4a7ea4d2c5a4006acaacb285d5b6ed લોકડાઉનમાં છૂટનો દૂરઉપયોગ પડી શકે છે ભારે, સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન જરૂરી : આરોગ્ય મત્રાલય

દેશમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે ત્યારે તેને રોકવાનાં પ્રયત્નોનાં ભાગરૂપે દેશમાં લોકડાઉનને આગળ વધારવામાં આવ્યુ છે. આરોગ્ય મંત્રાલયે સોમવારે કહ્યું છે કે, કોરોના રોગચાળામાં સામાજિક અંતર જાળવવું જરૂરી છે. પત્રકાર પરિષદમાં આરોગ્ય મંત્રાલયનાં જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે, કેટલાક વિસ્તારોમાં લોકડાઉનમાં રાહત મળી રહી છે પરંતુ લોકોએ સામાજિક અંતરનાં નિયમોનું પાલન કરવું જરૂરી છે. અગ્રવાલે કહ્યું છે કે, કોવિડ-19 રોગચાળામાં તે જોવા મળ્યું છે કે જો પ્રતિબંધ હળવો કરવામાં આવે ત્યારે સામાજિક અંતરની ધજ્જીયા ઉડાડવામાં આવે તો ચેપનું જોખમ અનેકગણું વધી જાય છે.

આરોગ્ય મંત્રાલય દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે જિલ્લાઓમાં કેસ નથી આવ્યા ત્યાં છૂટ છે, પરંતુ જો કેસ હોય તો છૂટછાટો પાછી ખેંચી લેવામાં આવશે. આ રોગ ખૂબ જ ઝડપથી વધે છે પરંતુ લોકડાઉન અને સામાજિક અંતરને કારણે આવું બન્યું નથી. તેથી દરેકએ નિયમોનું પાલન કરીને સાવચેતી રાખવી પડશે. લવ અગ્રવાલે અહેવાલ આપ્યો છે કે, સારવાર બાદ 1,074 લોકો સ્વસ્થ થયા છે અને છેલ્લા 24 કલાકમાં 2,553 નવા કેસ નોંધાયા છે આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા મુજબ ભારતમાં કોવિડ-19 પોઝિટિવ કેસની સંખ્યા હવે વધીને 42,533 અને 1,373 થઈ ગઇ છે. દેશમાં હાલમાં 29,453 સક્રિય કેસ છે એટલે કે આ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. વળી 11,707 દર્દીઓ સ્વસ્થ થયા છે અને અત્યાર સુધી તેઓ સ્વસ્થ થઈ ઘરે પહોંચી ગયા છે.

ભારતમાં કોરોના સંક્રમણની સૌથી વધુ ઘટના મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે. મહારાષ્ટ્રમાં આ રોગચાળાનાં ભોગ બનેલા લોકોની સંખ્યા 12,974 છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સૌથી વધુ 548 મોત થયા છે. ગુજરાતમાં કોરોના ચેપનાં 5,428 કેસ છે અને 290 લોકોનાં મોત નીપજ્યાં છે. આ પછી, દિલ્હીમાં 4,549, તમિલનાડુંમાં 3,023, રાજસ્થાનમાં 2,886 અને મધ્ય પ્રદેશમાં 2,846 કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.