Not Set/ #JammuKashmir/ સેનાને મળી મોટી સફળતા, એન્કાઉન્ટમાં ઠાર થયો હિઝબુલ મુઝાહિદ્દીનનો ટોચનો કમાન્ડર

  બુધવારે જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ અવંતિપોરામાં હિઝબુલ મુઝાહિદ્દીનનાં ટોચનાં કમાન્ડર રિયાઝ નાઇકુને ઠાર કરી દીધો છે. રાત્રે નાઈકુને સુરક્ષા દળોએ ઘેરી લીધો હતો. નાયકુ ઉપરાંત પુલવામાનાં અવંતિપોરામાં થયેલા એન્કાઉન્ટરમાં કેટલાક અન્ય આતંકીઓ ઘેરાયેલા હતા, જેમાં જૈશ આતંકવાદીઓ પણ શામેલ હતા. નાયકુનો ઠાર થવુ સેના અને સુરક્ષા દળો […]

India
2504f40d801c0964ceca1daaf29e90a9 1 #JammuKashmir/ સેનાને મળી મોટી સફળતા, એન્કાઉન્ટમાં ઠાર થયો હિઝબુલ મુઝાહિદ્દીનનો ટોચનો કમાન્ડર
2504f40d801c0964ceca1daaf29e90a9 1 #JammuKashmir/ સેનાને મળી મોટી સફળતા, એન્કાઉન્ટમાં ઠાર થયો હિઝબુલ મુઝાહિદ્દીનનો ટોચનો કમાન્ડર 

બુધવારે જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ અવંતિપોરામાં હિઝબુલ મુઝાહિદ્દીનનાં ટોચનાં કમાન્ડર રિયાઝ નાઇકુને ઠાર કરી દીધો છે. રાત્રે નાઈકુને સુરક્ષા દળોએ ઘેરી લીધો હતો. નાયકુ ઉપરાંત પુલવામાનાં અવંતિપોરામાં થયેલા એન્કાઉન્ટરમાં કેટલાક અન્ય આતંકીઓ ઘેરાયેલા હતા, જેમાં જૈશ આતંકવાદીઓ પણ શામેલ હતા.

નાયકુનો ઠાર થવુ સેના અને સુરક્ષા દળો માટે મોટી સફળતા છે. તે ઘાટીમાં હિઝબુલનો સૌથી જૂનો કમાન્ડર હતો, જેની છેલ્લાં અઢી વર્ષથી સુરક્ષા દળોને શોધ હતી. મંગળવારની રાતથી ઘાટીમાં ત્રણ જુદા જુદા સ્થળોએ એન્કાઉન્ટર ચાલી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, જમ્મુ કાશ્મીરમાં બે સ્થળો પર આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહી છે. એક સ્થળે, સુરક્ષા દળોએ એક આતંકીની ઠાર કરી દીધો હતો. બીજી બાજુ, સુરક્ષા દળોએ હિઝબુલ મુજાહિદ્દીનનાં આતંકી રિયાઝ નાયકુની શોધમાં ઘેરાબંધી કરી હતી. ત્યારબાદ, અહેવાલ આવ્યા છે કે સુરક્ષા દળોએ રિયાઝ નાયકુને એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધો હતો. જો કે, સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.