Not Set/ કોરોના સંકટ વચ્ચે ઉંચા ટેક્સનો અમલ યોગ્ય નથી : પી.ચિદમ્બરમ

પૂર્વ નાણાં પ્રધાન અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે ટેક્સ વધારવાનાં સરકારનાં નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ સ્થિર થઈ રહી છે ત્યારે ઉંચા ટેક્સનો અમલ આ સમયે થવો યોગ્ય નથી. ચિદમ્બરમે બુધવારે એક ટ્વિટમાં કહ્યું હતું કે, નવા કે ઉંચા ટેક્સ આવતા સમયમાં ઘણા પરિવારોને ખરાબ કરી દેશે. તેમણે કહ્યું, “જ્યારે […]

India
e167393cb909a7154166459f2d08e647 કોરોના સંકટ વચ્ચે ઉંચા ટેક્સનો અમલ યોગ્ય નથી : પી.ચિદમ્બરમ
e167393cb909a7154166459f2d08e647 કોરોના સંકટ વચ્ચે ઉંચા ટેક્સનો અમલ યોગ્ય નથી : પી.ચિદમ્બરમ

પૂર્વ નાણાં પ્રધાન અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે ટેક્સ વધારવાનાં સરકારનાં નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ સ્થિર થઈ રહી છે ત્યારે ઉંચા ટેક્સનો અમલ આ સમયે થવો યોગ્ય નથી. ચિદમ્બરમે બુધવારે એક ટ્વિટમાં કહ્યું હતું કે, નવા કે ઉંચા ટેક્સ આવતા સમયમાં ઘણા પરિવારોને ખરાબ કરી દેશે. તેમણે કહ્યું, “જ્યારે સરકારની આર્થિક પ્રવૃત્તિ સ્થિર થાય છે, ત્યારે સરકારે પોતાની ખોટને પૂરી કરવા માટે ઉધાર લેવુ જોઇએ, ઉંચો કરનો બોજો લાદવો જોઇએ નહીં.

કોંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પૂર્વ વડા પ્રધાન ડૉ.મનમોહન સિંહ અને પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓ હાજર છે. આ દરમિયાન સોનિયા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સોનિયા ગાંધીએ કહ્યું, 17 મે પછી શું? 17 મે પછી કેવી રીતે?

મોદી સરકાર પાસે લોકડાઉનને લઇને આગળની રણનીતિ શું છે? સોનિયા ગાંધીએ કહ્યું કે, તમામ અવરોધો હોવા છતાં અમે બંપર ઘઉંનાં પાક દ્વારા ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ ખેડૂતો ખાસ કરીને પંજાબ અને હરિયાણાનો આભાર માનીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.