Not Set/ પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી વધારી ભાજપ સરકાર લોકોનો સંપૂર્ણ લાભ તેના સુટકેસમાં ભરી રહી છે : પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વધારવા બદલ સરકારની ટીકા કરી હતી અને સવાલ કર્યો હતો કે, જ્યારે ખેડૂત અને મજૂરોની મદદ કરી શકાતી નથી ત્યારે કોના માટે નાણાં એકત્રિત કરવામાં આવી રહ્યા છે? તેમણે ટ્વિટ કર્યું હતું કે, ક્રૂડ ઓઇલનાં ભાવમાં ભારે ઘટાડાનો લાભ જનતાને મળવો જોઈએ. પરંતુ […]

India
d61c110e812b86008c037063e561188e પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી વધારી ભાજપ સરકાર લોકોનો સંપૂર્ણ લાભ તેના સુટકેસમાં ભરી રહી છે : પ્રિયંકા ગાંધી
d61c110e812b86008c037063e561188e પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી વધારી ભાજપ સરકાર લોકોનો સંપૂર્ણ લાભ તેના સુટકેસમાં ભરી રહી છે : પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વધારવા બદલ સરકારની ટીકા કરી હતી અને સવાલ કર્યો હતો કે, જ્યારે ખેડૂત અને મજૂરોની મદદ કરી શકાતી નથી ત્યારે કોના માટે નાણાં એકત્રિત કરવામાં આવી રહ્યા છે? તેમણે ટ્વિટ કર્યું હતું કે, ક્રૂડ ઓઇલનાં ભાવમાં ભારે ઘટાડાનો લાભ જનતાને મળવો જોઈએ. પરંતુ વારંવાર એક્સાઈઝ ડ્યુટી વધારીને ભાજપ સરકાર લોકોનો સંપૂર્ણ લાભ તેના સુટકેસમાં ભરી દે છે.

ઉત્તર પ્રદેશનાં કોંગ્રેસ પ્રભારીએ દાવો કર્યો હતો કે, ક્રૂડ ઓઇલનાં ભાવમાં થયેલા ઘટાડાનો લાભ લોકોને મળી રહ્યો નથી અને જે નાણાં એકત્રિત કરવામાં આવી રહ્યા છે તેનાથી કામદારો, મધ્યમ વર્ગ, ખેડૂતો અને ઉદ્યોગોને પણ મદદ કરવામાં આવી રહી નથી. પ્રિયંકાએ સવાલ કર્યો કે છેવટે, સરકાર કોના માટે પૈસા એકઠા કરી રહી છે? કોંગ્રેસનાં મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ક્રૂડ ઓઇલનાં ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ઓઇલનાં ઓછા ભાવનો લાભ જે પેટ્રોલ-ડીઝલનાં ઓછી કિંમતોથી ખેડૂતો, દુકાનદારો, વેપારીઓ અને મજૂર વર્ગનાં લોકોને થવો જોઇતો હતો, તેના પર ટેક્સ લગાવી ભાજપ સરકાર પોતાના ખિસ્સામાં નાખી રહી છે.

શું જનતાને લૂટી ખિસ્સુ ભરવુ “રાજધર્મ” છે? કેન્દ્ર સરકારે મંગળવારે રાત્રીએ પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટર વધારી દીધી છે. કોરોના વાયરસ ચેપને કારણે માંગની અછતને કારણે ગત મહિને બ્રેન્ટ ક્રૂડ એઇલની કિંમત બેરલ દીઠ 18.10 ની નીચી સપાટીએ પહોંચી ગઈ હતી. 1999 પછીનો આ સૌથી નીચો ભાવ હતો. જો કે, ત્યારબાદ કિંમતોમાં થોડો વધારો થયો હતો અને તે બેરલ દીઠ 28 ડેલર પર પહોંચી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.