Not Set/ સરકારી કર્મચારીઓને વધુ એક ઝટકો, DA બાદ હવે PF નાં વ્યાજદરમાં થયો ઘટાડો

લોકડાઉનને કારણે સરકાર દ્વારા સરકારી તિજોરીને થતા નુકસાનની ભરપાઈ જુદી જુદી રીતે કરવામાં આવી રહી છે. આ અંતર્ગત, નાણાં મંત્રાલયે સૌ પ્રથમ 1.13 કરોડ કેન્દ્રીય કર્મચારીઓને ફટકો આપતા મોંઘવારી ભથ્થામાં વધારો અટકાવ્યો હતો. જુલાઈ 2021 સુધી ડીએ ચુકવણી અટકાવી દેવામાં આવી છે. ડી.એ પછી સરકારે સરકારી કર્મચારીઓને વધુ એક ઝટકો આપ્યો છે. સરકારે જનરલ પ્રોવિડન્ટ […]

Business
6ef7bb71e3536713dd440e957624bf7b સરકારી કર્મચારીઓને વધુ એક ઝટકો, DA બાદ હવે PF નાં વ્યાજદરમાં થયો ઘટાડો

લોકડાઉનને કારણે સરકાર દ્વારા સરકારી તિજોરીને થતા નુકસાનની ભરપાઈ જુદી જુદી રીતે કરવામાં આવી રહી છે. આ અંતર્ગત, નાણાં મંત્રાલયે સૌ પ્રથમ 1.13 કરોડ કેન્દ્રીય કર્મચારીઓને ફટકો આપતા મોંઘવારી ભથ્થામાં વધારો અટકાવ્યો હતો. જુલાઈ 2021 સુધી ડીએ ચુકવણી અટકાવી દેવામાં આવી છે. ડી.એ પછી સરકારે સરકારી કર્મચારીઓને વધુ એક ઝટકો આપ્યો છે. સરકારે જનરલ પ્રોવિડન્ટ ફંડનાં વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. સરકારે જી.પી.એફ.નાં વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.

સરકારે જનરલ પ્રોવિડન્ટ ફંડ (જીપીએફ) નાં વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. સરકારે નાણાકીય વર્ષનાં પ્રથમ ક્વાર્ટર એટલે કે એપ્રિલથી જૂન ક્વાર્ટરનાં વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. સરકારે જી.પી.એફ.નો વ્યાજ દર 7.9 ટકાથી ઘટાડીને 7.1 ટકા કર્યો છે. સરકારનાં નિર્ણય પછી હવે 1 એપ્રિલ, 2020 થી 30 જૂન, 2020 સુધી, જીપીએફ પર 7.1% વ્યાજ મળશે.

જીપીએફ અથવા જનરલ પ્રોવિડન્ટ ફંડ એક પ્રકારનું પ્રોવિડન્ટ ફંડ છે, જે ફક્ત સરકારી કર્મચારીઓ જ ખોલી શકે છે. પીએફની જેમ અહી કર્મચારીઓ તેમની નિવૃત્તિની યોજના બનાવે છે. જીપીએફમાં જમા થયેલ રકમ નિવૃત્તિ પછી કર્મચારીઓને આપવામાં આવે છે. નિયમ મુજબ સરકારી કર્મચારીઓ તેમના પગારનાં 15 ટકા સુધી નિવૃત્તિ માટે જનરલ પ્રોવિડન્ટ ફંડમાં જમા કરાવી શકે છે. સરકારી કર્મચારી પણ જીપીએફ પાસેથી લોન પણ લઈ શકે છે. આ લોન વ્યાજ મુક્ત હોય છે. તમે ઇચ્છો તેટલી વખત આ લોન લઈ શકો છો. નિવૃત્તિ પછી, તમને જીપીએફનો ભાગ મળે છે, જ્યારે બાકીનાં પેન્શન તરીકે મળે છે.

આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસથી થતી અર્થવ્યવસ્થાની અસરને કારણે નાણાં મંત્રાલયે કેન્દ્રિય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થા પર રોક લગાવી દીધી છે. નાણાં મંત્રાલયે જારી કરેલા નિર્દેશ મુજબ ડી.એ.ની રકમ 1 જાન્યુઆરી, 2020 થી કેન્દ્રીય કર્મચારી અથવા પેન્શનરને આપવામાં આવશે નહીં. વળી 1 જુલાઈ 2020 થી વધારાનું ડી.એ. મળવાનું હતુ જેના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.