Not Set/ કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કોરોના સામે લડવા માટે સ્પેશિયલ આર્થિક પેકેજની કરાઇ માંગ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ અને લોકડાઉનમાં ભારતીય અર્થતંત્રને બચાવવા માટે વિશ્વનાં જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે વાર્તાલાપની એક સિરીઝ શરુ કરવામાં આવી,તો સાથે સાથે કોંગ્રેસ દ્વારા હાલ પોતાનું સમગ્ર ધ્યાન કોરોનાનાં મારથી અર્થતંત્રને બચાવવા તરફ કેન્દ્રીત કરવામાં આવ્યું હોવા જેવુ પ્રતિત થઇ રહ્યું છે. દેશની ધુરા બહુ લાંબો સમય પોતાના હાથમાં હોવાનાં […]

India
dc514cd4fce84c56d8bcf4ad55525600 કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કોરોના સામે લડવા માટે સ્પેશિયલ આર્થિક પેકેજની કરાઇ માંગ
dc514cd4fce84c56d8bcf4ad55525600 કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કોરોના સામે લડવા માટે સ્પેશિયલ આર્થિક પેકેજની કરાઇ માંગ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ અને લોકડાઉનમાં ભારતીય અર્થતંત્રને બચાવવા માટે વિશ્વનાં જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે વાર્તાલાપની એક સિરીઝ શરુ કરવામાં આવી,તો સાથે સાથે કોંગ્રેસ દ્વારા હાલ પોતાનું સમગ્ર ધ્યાન કોરોનાનાં મારથી અર્થતંત્રને બચાવવા તરફ કેન્દ્રીત કરવામાં આવ્યું હોવા જેવુ પ્રતિત થઇ રહ્યું છે. દેશની ધુરા બહુ લાંબો સમય પોતાના હાથમાં હોવાનાં કારણે કોંગ્રેસ પાસે આર્થતંત્રને પાટે લાવવાનો ભાજપ કરતા બોહળો અનુભવ કહી શકાય તે દેખીતું જ છે. આવા સમયે કોંગ્રેસ દ્વારા કેન્દ્રની ભાજપ સરકારની પાસે અમુક પ્રકારની માંગણીઓ પણ કરી છે. 

માંડીને વાત કરવામાં આવે તો, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારોને ભારે નુકસાનનો હવાલો આપી કહ્યું કે કેન્દ્ર સરકારે રાજ્ય કે પ્રદેશો માટે આર્થિક પેકેજ આપવુ જોઇએ.કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી બેઠકમાં કોંગ્રેસ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓએ આ આરોપ પણ લગાવ્યો હતો કે, કોરોના સબંધિત ઝોનના નિર્ધારણ કરવા માટે કેન્દ્ર તરફથી રાજ્યો સાથે સલાહ પણ કરવામાં આવતી નથી.

બેઠકમાં દેશના જાણીતા અર્થશાસ્ત્રી અને  કોંગ્રેસ વરિષ્ઠ નેતા તેમજ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમ પણ સામેલ થયા હતા. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાના જણાવ્યા અનુસાર બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું, ‘જ્યાર સુધી વ્યાપક પ્રોત્સાહન પેકેજ આપવામાં નથી આવતુ ત્યાર સુધી રાજ્ય અને દેશ કેવી રીતે ચાલશે? 10 હજાર કરોડ રૂપિયાનું રાજ્યોનું નુકસાન થયુ છે. રાજ્યોએ વડાપ્રધાનને પેકેજ માટે સતત આગ્રહ કર્યો છે, પરંતુ અમને અત્યાર સુધી ભારત સરકાર પાસેથી કઇ મળ્યુ નથી.”

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા રાજ્યોને તુરંત સહાયની જરૂર છે. તેમણે કહ્યું, ‘છત્તીસગઢ એક એવુ રાજ્ય છે જ્યા 80 ટકા નાના ઉદ્યોગ ફરીથી શરૂ થઇ ગયા છે અને 85,000 કામદારો કામ પર પરત ફર્યા છે.

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે આરોપ લગાવ્યો કે દિલ્હીમાં બેઠેલા લોકો જમીની હકીકત જાણ્યા વગર કોવિડ-19ના ઝોનનું વર્ગીકરણ કરી રહ્યા છે, જે ચિંતાજનક વાત છે. પોડિચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામીએ પણ કહ્યું, “ભારત સરકાર રાજ્યો સાથે વિચાર-વિમર્શ કર્યા વગર ઝોનનું નિર્ધારણ કરી રહી છે અને તેનાથી અવ્યવસ્થાની સ્થિતિ ઉભી થઇ રહી છે. કોઇ મુખ્યમંત્રી સાથે વિચાર-વિમર્સ કેમ નથી કરવામાં આવતો? તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યો માટે આર્થિક પ્રોત્સાહન પેકેજ વિશે એક શબ્દ નથી બોલ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન