Not Set/ #વિશાખાપટ્ટનમ/ મલ્ટિનેશનલ કંપનીનાં કેમિકલ પ્લાન્ટમાંથી ઝેરી ગેસ લીક, 3 લોકોનાં થયા મોત

આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમમાં એક મલ્ટિનેશનલ કંપનીનાં કેમિકલ પ્લાન્ટમાં ઝેરી ગેસ લીક ​​થવાને કારણે એક બાળક સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. સમાચાર એજન્સી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, જિલ્લાનાં ગામ આરઆર વેંકટપુરમમાં એલજી પોલિમર ઈન્ડિયા પ્રા.લિ.નાં કેમિકલ ગેસ પ્લાન્ટ નજીક, રહેવાસીઓની આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી છે. તેમને તાત્કાલિક […]

India
1ed2700321440cfa0d9a622b3e07dbc5 #વિશાખાપટ્ટનમ/ મલ્ટિનેશનલ કંપનીનાં કેમિકલ પ્લાન્ટમાંથી ઝેરી ગેસ લીક, 3 લોકોનાં થયા મોત
1ed2700321440cfa0d9a622b3e07dbc5 #વિશાખાપટ્ટનમ/ મલ્ટિનેશનલ કંપનીનાં કેમિકલ પ્લાન્ટમાંથી ઝેરી ગેસ લીક, 3 લોકોનાં થયા મોત

આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમમાં એક મલ્ટિનેશનલ કંપનીનાં કેમિકલ પ્લાન્ટમાં ઝેરી ગેસ લીક ​​થવાને કારણે એક બાળક સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. સમાચાર એજન્સી દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું કે, જિલ્લાનાં ગામ આરઆર વેંકટપુરમમાં એલજી પોલિમર ઈન્ડિયા પ્રા.લિ.નાં કેમિકલ ગેસ પ્લાન્ટ નજીક, રહેવાસીઓની આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી છે. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. એએનઆઈએ જણાવ્યું કે, ઘટનાની માહિતી મળતાની સાથે જ એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને પોલીસકર્મીઓ કેમિકલ પ્લાન્ટ પાસે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

હિન્દુસ્તાન પોલિમર તરીકે 1961 માં સ્થપાયેલી, આ કંપની દક્ષિણ કોરિયાનાં એલજી કેમ દ્વારા લેવામાં આવી હતી અને 1997 માં તેનું નામ એલજી પોલિમર ઇન્ડિયા રાખવામાં આવ્યું હતું. આ પ્લાન્ટ પોલિસ્ટાઇનિન અને વિસ્તૃત પોલિસ્ટાયર્ન બનાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.