Not Set/ બિગ બોસ કંટેસ્ટન્ટે ગણાવ્યા, સરકાર પાસે છે રૂપિયા 67 હજાર કરોડ, કહ્યુ- PM નવો બંગલો, વિમાન પર ખર્ચ…

કોરોના વાયરસ પહેલા જ દેશ પર કહેર વરસાવી રહ્યો છે. દેશમાં આ મહામારી દિવસો જતા સ્થિતિને વધારે ખરાબ બનાવી રહી છે. ત્યારે રાજ્યોની સરકાર આ મહામારીથી નિકળવા માટે કેન્દ્ર પાસેથી મદદની માંગ કરી રહી છે. આ વચ્ચે બિગ બોસનાં પૂર્વ સ્પર્ધક અને સામાજિક મુદ્દાઓમાં અગ્રણી વ્યક્તિ તેહસીન પૂનાવાલાએ એક ટ્વીટ કરી લોકોને ચોંકાવી દીધા છે, […]

India
cada5084bc968e9ffdc1fea0008ad0a2 બિગ બોસ કંટેસ્ટન્ટે ગણાવ્યા, સરકાર પાસે છે રૂપિયા 67 હજાર કરોડ, કહ્યુ- PM નવો બંગલો, વિમાન પર ખર્ચ...
cada5084bc968e9ffdc1fea0008ad0a2 બિગ બોસ કંટેસ્ટન્ટે ગણાવ્યા, સરકાર પાસે છે રૂપિયા 67 હજાર કરોડ, કહ્યુ- PM નવો બંગલો, વિમાન પર ખર્ચ...

કોરોના વાયરસ પહેલા જ દેશ પર કહેર વરસાવી રહ્યો છે. દેશમાં આ મહામારી દિવસો જતા સ્થિતિને વધારે ખરાબ બનાવી રહી છે. ત્યારે રાજ્યોની સરકાર આ મહામારીથી નિકળવા માટે કેન્દ્ર પાસેથી મદદની માંગ કરી રહી છે. આ વચ્ચે બિગ બોસનાં પૂર્વ સ્પર્ધક અને સામાજિક મુદ્દાઓમાં અગ્રણી વ્યક્તિ તેહસીન પૂનાવાલાએ એક ટ્વીટ કરી લોકોને ચોંકાવી દીધા છે, તેમનુ આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ વાંચવામાં આવી રહ્યું છે. તેહસીન પૂનાવાલાએ પીએમ નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે વિવિધ સંસ્થાઓ પાસેથી લીધેલ નાણાંનો ઉપયોગ કોવિડ19 અને વિઝાગ માટે કરે.

તેહસીન પૂનાવાલા (બિગ બોસનાં પૂર્વ સ્પર્ધક તેહસીન પૂનાવાલા) એ એક ટ્વીટમાં લખ્યું છે કે, ‘ભારતને વર્લ્ડ બેંક તરફથી 7,000 કરોડ, એડીબી પાસેથી 15,000 કરોડ, આઇએમએફ પાસેથી 30,000 કરોડ, જ્યારે પીએમ કેર ફંડ પાસે 15,000 કરોડ રૂપિયા મળ્યા છે. માનનીય વડા પ્રધાને પારદર્શિતા દર્શાવવી જોઈએ અને વિઝાગ ગેસ લિક પીડિતોને મદદ કરવા માટે તેનો ઉપયોગ કરવો જોઇએ.

ઉપરાંત તેહસીન પૂનાવાલાએ એક બીજું ટ્વીટ કર્યું હતુ જેમા તેમણે લખ્યુ, ‘વિઝાગ દુર્ઘટના અને કોવિડ 19 સામે જંગને ધ્યાને લેતા, હું આશા રાખુ છું કે પીએમ મોદી પોતાના માટે નવો બંગલો, ઓફિસ અને વિમાનમાં પૈસા ખર્ચ કરશે નહીં પણ કોવિડ વોરિયર્સ, દર્દીઓ અને વિશાખાપટ્ટનમનાં લોકોને મદદ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.