Not Set/ Loksabha Election 2019 LIVE: 11 એપ્રિલથી 7 તબક્કામાં યોજાશે ચુંટણી, 23 મે ના રોજ થશે મતગણતરી,ગુજરાતમાં 23 એપ્રિલે મતદાન

દિલ્હી, 17મી લોકસભાની ચૂંટણીઓની જાહેરાત મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા દ્વારા કરવામાં આવી હતી.ચીફ ઇલેકશન કમિશનરે જણાવ્યું હતું કે 10 લાખ પોલિંગ સ્ટેશનનો પર મતદાન થશે. અહીં ચૂંટણીની જાહેરાતની હાઈલાઇટ્સ આપવામાં આવી છે. -ગુજરાતમાં 23 એપ્રિલના રોજ થશે મતદાન. ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ હશે. – 7 તબક્કામાં ચૂંટણી યોજાશે જેમાં પહેલો તબક્કો […]

Top Stories India Trending
eep 16 Loksabha Election 2019 LIVE: 11 એપ્રિલથી 7 તબક્કામાં યોજાશે ચુંટણી, 23 મે ના રોજ થશે મતગણતરી,ગુજરાતમાં 23 એપ્રિલે મતદાન

દિલ્હી,

17મી લોકસભાની ચૂંટણીઓની જાહેરાત મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા દ્વારા કરવામાં આવી હતી.ચીફ ઇલેકશન કમિશનરે જણાવ્યું હતું કે 10 લાખ પોલિંગ સ્ટેશનનો પર મતદાન થશે.

અહીં ચૂંટણીની જાહેરાતની હાઈલાઇટ્સ આપવામાં આવી છે.

-ગુજરાતમાં 23 એપ્રિલના રોજ થશે મતદાન. ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ હશે.

– 7 તબક્કામાં ચૂંટણી યોજાશે જેમાં પહેલો તબક્કો 11 એપ્રિલે, બીજો તબક્કો 18 એપ્રિલે, ત્રીજો તબક્કો 23 એપ્રિલે,ચોથો તબક્કો  29 એપ્રિલે , પાંચમો તબક્કો  6 મે, છઠો તબક્કો 12 મે અને સાતમો તબક્કો 19 મે ના રોજ મતદાન યોજાશે.

-23 મે ના રોજ મતગણતરી હાથ ધરશે.

-22 રાજ્યોમાં એક જ તબક્કામાં થશે મતદાન. આસામ અને છત્તીસગઢમાં 3 ચરણમાં થશે મતદાન.

2019 લોકસભા ચૂંટણી ની તારીખ
પ્રથમ ચરણ : 11/04/2019
બીજું ચરણ : 18/04/2019
ત્રીજું ચરણ : 23/04/2019
ચોથું ચરણ : 29/04/2019
પાંચમું ચરણ : 06/05/2019
છઠું ચરણ : 12/052019
સાતમું ચરણ : 19/05/2019
મત ગણતરી : 23/05/2019

-ચૂંટણીની જાહેરાત કરતા પહેલા પરીક્ષાઓની તારીખો,તહેવારો અને ખેડૂતોની લણણી ને ધ્યાનમાં રખાઇ હતી.

-લગભગ 90 કરોડ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરશે,આ વખતે 9 કરોડ મતદાતા વધ્યા.

-દરેક પોલિંગ બૂથ પર વિવિપીએટનો ઉપયોગ થશે.

-99% મતદારો પાસે વોટર આઈડી છે.

– લાઉડ સ્પીકરનો ઉપયોગ રાતે 10થી સવારે 6 સુધી નહીં થઈ શકે.

-આજથી ચૂંટણી આચારસંહિતાનો અમલ ચાલુ

-દરેક મતદાન કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવામાં આવશે.

– આંધ્ર પ્રદેશ, સિક્કિમ,ઓડિશા અને અરુણાચલ પ્રદેશમાં લોકસભાની સાથે જ વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે.

– છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યોમાં 59 બેઠકો પર ચૂંટણી યોજાશે.
– પાંચમા તબક્કામાં 7 રાજ્યમાં 51 બેઠકો પર ચૂંટણી.
– ચોથા તબક્કામાં 9 રાજ્યોમાં 91 બેઠકો પર યોજાશે ચૂંટણી.
– ત્રીજા તબક્કામાં 14 રાજ્યોમાં 115 બેઠકો પર મતદાન.
– બીજા તબક્કામાં 13 રાજ્યોમાં 97 બેઠકો પર ચૂંટણી યોજાશે.
– પહેલા તબક્કામાં 20 રાજ્યોમાં 97 બેઠકો પર યોજાશે ચૂંટણી

-ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઓરિસામાં ચાર તબક્કામાં ચૂંટણી યોજાશે.

-કર્ણાટક, મણીપુર,રાજેસ્થાન અને ત્રિપુરામાં 2 તબક્કામાં યોજાશે ચુંટણી.

-ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં 7 તબક્કામાં યોજાશે ચૂંટણી

-જમ્મુ-કાશ્મીરમાં વિધાસભાની ચુંટણી નહી યોજાય. માત્ર લોકસભાની  ચૂંટણી યોજાશે.