Not Set/ અમદાવાદ/ આવતીકાલે સાંજે 5.40 એ દિલ્હી માટે ટ્રેન ઉપડશે, જાણો ક્યાં ક્યાં રોકાશે…?

કોરોના વાઇરસને કારને ચાલી રહેલા લોક્દૌને કારને ભારતભરમાં અત્યારે 22 માર્ચથી ટ્રેનનું પરિવહન બંધ છે. લોકો છેલ્લા 45 કરતા વધુ દિવસોથી તેમના ઘરમાં પુરાયેલા છે. ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા 12 માર્ચથી 15 રૂટ પર ટ્રેન શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.  આ દરેક ટ્રેનમાં એસી કોચ જોડવામાં આવશે અને સ્ટોપ પણ મર્યાદિત રહેશે. આ ટ્રેનોમાં […]

India
542e301107e417058f661f4e7fd0ec38 અમદાવાદ/ આવતીકાલે સાંજે 5.40 એ દિલ્હી માટે ટ્રેન ઉપડશે, જાણો ક્યાં ક્યાં રોકાશે...?
542e301107e417058f661f4e7fd0ec38 અમદાવાદ/ આવતીકાલે સાંજે 5.40 એ દિલ્હી માટે ટ્રેન ઉપડશે, જાણો ક્યાં ક્યાં રોકાશે...?

કોરોના વાઇરસને કારને ચાલી રહેલા લોક્દૌને કારને ભારતભરમાં અત્યારે 22 માર્ચથી ટ્રેનનું પરિવહન બંધ છે. લોકો છેલ્લા 45 કરતા વધુ દિવસોથી તેમના ઘરમાં પુરાયેલા છે. ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા 12 માર્ચથી 15 રૂટ પર ટ્રેન શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.  આ દરેક ટ્રેનમાં એસી કોચ જોડવામાં આવશે અને સ્ટોપ પણ મર્યાદિત રહેશે. આ ટ્રેનોમાં પ્રવાસ કરવા માટે રાજધાની જેટલું ભાડું ચૂકવવું પડશે.

રેલવે દ્વારા અપાયેલી જાણકારી પ્રમાણએ આજથી રિઝર્વેશન શરૂ થઇ જશે. આ ટ્રેન ટિકિટોને માત્ર IRCTCની વેબસાઇટ પરથી મેળવી શકાશે.  અમદાવાદથી નવી દિલ્હી વાયા પાલનપુર, આબુરોડ, જયપુર થઈને જશે. અમદાવાદથી આવતીકાલે સાંજે 5.40 એ ટ્રેન ઉપડશે અને અન્ય દિવસે સવારે 7.30 વાગે દિલ્હી પહોંચશે.

આ જ રીતે નવી દિલ્હીથી અમદાવાદ વાયા જયપુર , આબુરોડ, પાલનપુર આવશે. નવી દિલ્હીથી તારીખ 13 મેએ સાંજે 7-55 વાગે ઉપડશે અને 14 તારીખે સવારે અમદાવાદ આવશે. અમદાવાદથી દિલ્હી જતી વખતે સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, અજમેર, જયપુર, ગુરુગ્રામ, દિલ્હી કનોટ એમ આ સ્ટેશનો પર ટ્રેન રોકાશે.

કયા રૂટ પર દોડશે ટ્રેન?

રેલવે તરફથી મળેલી જાણકારી પ્રમાણે આ ટ્રેન દિલ્હીથી ડિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભૂવનેશ્વર, સિકંદરાબાદ, ચૈન્નાઈ, બેંગલુરુ, મુંબઈ, અમદાવાદ અને જમ્મુ માટે ચાલશે.

આજથી IRCTC થઈ શકશે બુકિંગ

જાણકારી પ્રમાણે સ્ટેશનો ઉપર ટિકિંગ બુકિંગ કાઉન્ટર બંધ રહેશે. અને પ્લેટફોર્મ ટિકિટ સહિત કોઈ પણ ટિકિટ કાઉન્ટર આપવામાં નહીં આવે. આ બુકિંગ માત્ર આઈઆરસીટીસીની વેબસાઈટથી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.