Not Set/ મહુઆ મોઈત્રાએ PM મોદીની ઉત્તર કોરિયાનાં પૂર્વ તાનાશાહ સાથે કરી સરખામણી

દેશમાં કોરોના સંકટ અને ચાલુ લોકડાઉન વચ્ચે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાપેકેજની જાહેરાત કરી હતી. જ્યારે પીએમ મોદી પાંચમી વખત દેશની જનતાને સંબોધન કરવા માટે આવ્યા ત્યારે બધાને લાગ્યું કે વડા પ્રધાન ફરી એક વાર લોકડાઉન વધારવાની જાહેરાત કરશે. વડા પ્રધાને તેમના સંબોધનમાં લોકડાઉન 4 ની જાહેરાત કરી હતી, પરંતુ સાથે 20 લાખ કરોડનાં […]

India
269ad8c185b222a2c03c975285889a7d મહુઆ મોઈત્રાએ PM મોદીની ઉત્તર કોરિયાનાં પૂર્વ તાનાશાહ સાથે કરી સરખામણી
269ad8c185b222a2c03c975285889a7d મહુઆ મોઈત્રાએ PM મોદીની ઉત્તર કોરિયાનાં પૂર્વ તાનાશાહ સાથે કરી સરખામણી

દેશમાં કોરોના સંકટ અને ચાલુ લોકડાઉન વચ્ચે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાપેકેજની જાહેરાત કરી હતી. જ્યારે પીએમ મોદી પાંચમી વખત દેશની જનતાને સંબોધન કરવા માટે આવ્યા ત્યારે બધાને લાગ્યું કે વડા પ્રધાન ફરી એક વાર લોકડાઉન વધારવાની જાહેરાત કરશે. વડા પ્રધાને તેમના સંબોધનમાં લોકડાઉન 4 ની જાહેરાત કરી હતી, પરંતુ સાથે 20 લાખ કરોડનાં જંગી રાહત પેકેજની જાહેરાત કરી હતી. વડા પ્રધાન દ્વારા સ્પેશિયલ ઇકોનોમિક પેકેજની જાહેરાત કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રાએ તેમની ઉત્તર કોરિયાનાં ભૂતપૂર્વ તાનાશાહ સાથે સરખામણી કરી હતી.

ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં સંબોધન પર એક તંજ કસતા કહ્યું કે, વડા પ્રધાનનાં ભાષણોમાં ઉત્તર કોરિયાનાં ભૂતપૂર્વ તાનાશાહ કિમ જોંગ ઇલ પ્રતિબિંબિત થાય છે. પીએમ મોદીનાં સંબોધન પર તીખી ટિપ્પણી કરતાં તેમણે ટ્વિટર પર લખ્યું કે, તેઓ આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળી રહ્યા છે. તેમના સંબોધનમાં મને ઉત્તર કોરિયાનાં ભૂતપૂર્વ તાનાશાહ કિમ જોંગ ઇલની એક ઝલક મળે છે. વડા પ્રધાનનાં સંબોધનમાં મને પૂર્વ તાનાશાહ કિમ જોંગ ઇલની વિચારધારા juche ની યાદ આવી રહી છે.

તેમણે juche શબ્દનો અર્થ પણ સમજાવ્યો અને તે વિશે લખ્યું કે juche શબ્દ ઉત્તર કોરિયાની મૂળ વિચારધારાને સંદર્ભિત કરે છે, જેનો અર્થ એ કે એક દેશ તરીકે ઉત્તર કોરિયાને અલગ અને બાકીનાં વિશ્વથી તેને અલગ હોવો જોઈએ. આ વિચારધારાનો અર્થ એ છે કે દેશને દેવતાની જેમ નેતા પર નિર્ભર રહેવું જોઈએ. આપને જણાવી દઈએ કે, કિમ જોંગ ઇલ ઉત્તર કોરિયાનાં વર્તમાન તાનાશાહ કિમ જોંગ ઉનના પિતા હતા અને તેઓ ઉત્તર કોરિયાનાં મોટા નેતાઓમાં જાણીતા છે.

મહુઆ મોઇત્રાએ જ્યારે પીએમ મોદીનાં સંબોધનની ટીકા કરી હતી, ત્યારે તેની સરખામણી ઉત્તર કોરિયાની આ વિચારધારા સાથે કરી હતી. આપને જણાવી દઈએ કે, ટીએમસીનાં સાંસદ મહુઆ મોઇત્રા વારંવાર વિવાદોમાં ઘેરાયેલા રહે છે. અગાઉ તેમણે એનઆરઆઈ ડૉક્ટરો દ્વારા પશ્ચિમ બંગળને લખેલા પત્રને લઇને ડૉક્ટરો પર જ સવાલ ઉભા કર્યા હતા. જે બાદ તેમની ઘણી ટીકા થઈ હતી. મહુઆ મોઇત્રાએ તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં પણ નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટનાં વલણથી નારાજગી વ્યક્ત કરતાં તેમણે ટ્વિટર પર લખ્યું કે, સુપ્રીમ કોર્ટ ઘરોમાં દારૂ પીવાના મુદ્દે સંવેદનશીલ છે, પરંતુ તેઓ સ્થળાંતરિત મજૂરોને લઇને અરજીને સાંભળતા નથી. મહુઆ પર ભાષણ ચોરી કરવાનો પણ આરોપ મૂકાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.