Not Set/ લોકડાઉન વચ્ચે પપ્પુ યાદવ પર FIR દાખલ, જાણો શું છે કેસ

સમગ્ર દેશ હાલમાં કોરોના સંકટનો સામનો કરી રહ્યો છે, પરંતુ કેટલાક લોકડાઉનનાં નિયમોની જાહેરમાં ઉલ્લંઘન કરી રહ્યા છે, બિહારનાં બાહુબલી નેતા અને પૂર્વ સાંસદ પપ્પુ યાદવે આવું જ કઇક કર્યું હોવાનુ સામે આવી રહ્યુ છે, જેના કારણે તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. પપ્પુ યાદવ પર આરોપ છે કે બિહારનાં મજૂરોને મદદ કરવાના નામે મંગળવારે […]

India
e9bdd31778226bd13881c194d6890ea6 લોકડાઉન વચ્ચે પપ્પુ યાદવ પર FIR દાખલ, જાણો શું છે કેસ
e9bdd31778226bd13881c194d6890ea6 લોકડાઉન વચ્ચે પપ્પુ યાદવ પર FIR દાખલ, જાણો શું છે કેસ

સમગ્ર દેશ હાલમાં કોરોના સંકટનો સામનો કરી રહ્યો છે, પરંતુ કેટલાક લોકડાઉનનાં નિયમોની જાહેરમાં ઉલ્લંઘન કરી રહ્યા છે, બિહારનાં બાહુબલી નેતા અને પૂર્વ સાંસદ પપ્પુ યાદવે આવું જ કઇક કર્યું હોવાનુ સામે આવી રહ્યુ છે, જેના કારણે તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. પપ્પુ યાદવ પર આરોપ છે કે બિહારનાં મજૂરોને મદદ કરવાના નામે મંગળવારે સવારે દિલ્હીની ઓખલા મંડીમાં સેંકડો લોકોને એકઠા કર્યા, જ્યાં જાહેરમાં લોકો સોશિયલ ડિસ્ટેંસિંગનાં નિયમનો ભંગ કરતા જોવા મળ્યા.

પપ્પુ યાદવ વિરુદ્ધ દિલ્હીનાં અમર કોલોનીમાં રોગચાળાનાં કાયદાની કલમો હેઠળ એફઆઈઆર નોંધાઈ છે, જણાવી દઇએ કે, ઓખલા રોડ પર 250 થી વધુ લોકો એકઠા થયા હતા અને બિહાર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, તેમાંના મોટા ભાગનાં મજૂર હતા, આ મજૂરોની માંગ હતી કે તેઓને વહેલી તકે બિહાર મોકલી દેવામાં આવે, કારણ કે હવે તેમની પાસે પૈસા નથી, મકાન માલિકો ભાડુ માંગે છે, જ્યાંથી તેઓ કામ કરતા હતા ત્યાંથી પણ તેમને પૈસા મળતા નથી, આજે તેમની પાસે ટિકિટ માટે પૈસા પણ બાકી નથી, જે બાદ પપ્પુ યાદવે બિહાર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, તેઓ બધાને ઘરે લાવવાની વ્યવસ્થા કરી લેશે, પરંતુ તે ભૂલી ગયા હતા કે કોરોના વાયરસથી બચવા માટે કયા નિયમો બનાવવામાં આવ્યા છે. જે કારણોસર તેમની નિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

અગાઉ જન અધિકાર પાર્ટીનાં સંરક્ષક પપ્પુ યાદવે લોકોનાં ટોળાને એકત્રિત કરીને માસ્ક વિતરણ કર્યા હતા, જેના કારણે તે સમયે પણ તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાનો કહેર વધતો જઇ રહ્યો છે, મહારાષ્ટ્ર, ગુજરાત, તામિલનાડુ તેમજ રાજધાની દિલ્હીમાં વધેલા કેસોએ દેશનાં આંકડામાં વધારો કર્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 2,293 લોકોનાં મોત નીપજ્યાં છે અને 70,756 લોકોને રોગચાળાથી ચેપ લાગ્યો છે. અત્યાર સુધી 23,938 લોકો ઠીક થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.