Not Set/ PM મોદીનાં રાહત પેકેજ પર અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ, કહ્યુ- સંકટ સમયે ગરીબોની અવગણના…

સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અખિલેશ યાદવે પીએમ મોદીનાં આર્થિક પેકેજ પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, પીએમ મોદીએ ફરી એક વખત ગરીબો સાથે દગો કર્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, તે સાચું છે કે પાયો ક્યારે દેખાતો નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે તેને દેખવુ પણ ન જોવુ જોઈએ. આજે સત્તાનો આટલો […]

India
a8c0af0d9fbdb1d38d35c0afbcdee7c6 PM મોદીનાં રાહત પેકેજ પર અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ, કહ્યુ- સંકટ સમયે ગરીબોની અવગણના...
a8c0af0d9fbdb1d38d35c0afbcdee7c6 PM મોદીનાં રાહત પેકેજ પર અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ, કહ્યુ- સંકટ સમયે ગરીબોની અવગણના...

સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અખિલેશ યાદવે પીએમ મોદીનાં આર્થિક પેકેજ પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, પીએમ મોદીએ ફરી એક વખત ગરીબો સાથે દગો કર્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, તે સાચું છે કે પાયો ક્યારે દેખાતો નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે તેને દેખવુ પણ ન જોવુ જોઈએ. આજે સત્તાનો આટલો મોટો મહેલ ગરીબોનાં પાયા ઉપર ઉભો રહ્યો છે. ઉંચાઈએ પહોંચ્યા પછી, સંકટ સમયે પણ તે ગરીબોની અવગણના કરવી અમાનવીય છે. આ સબકા વિશ્વાસનાં નારા સાથે દગો છે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ કોરોના સંકટમાં ફરી એક વખત દેશને સંબોધિત કરતી વખતે ઘણી મોટી ઘોષણાઓ કરી હતી. વડા પ્રધાનનાં સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, સતર્ક રહેતા આપણે બચવાનુ છે અને આગળ વધવાનું છે. થાકવુ, હારવું એ ભારતીય માનવીને સ્વીકાર્ય નથી, આપણે આ સામે લડવું પડશે અને આગળ વધવું પડશે. આ અભિયાનમાં પીએમ મોદીએ 20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે, જે ભારતનાં જીડીપીનાં 10% છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.