Not Set/ કેરળનાં તિરુરથી જયપુર જતી ‘શ્રમિક સ્પેશિયલ’ ટ્રેન પાટા પરથી ઉતરી

કોરોનાકાળ વચ્ચે સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો પ્રવાસી મજૂરો જ કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી યમરાજની નજરમાં રહેલા પ્રવાસી મજૂરો આજે તેમની ઝપટમાં આતા બચી ગયા છે. જણાવી દઇએ કે, કર્ણાટકનાં પડિલ મંગલુરુમાં એક મજૂર ટ્રેન એક મોટા અકસ્માતથી બચી ગઈ હતી. કેરળનાં તિરુરથી જયપુર જતી ‘શ્રમિક સ્પેશિયલ‘ ટ્રેન આજે બપોરે બે વાગ્યાની આસપાસ કર્ણાટકનાં […]

India
d1c8ba029a86d9518a86e461c0c94eae કેરળનાં તિરુરથી જયપુર જતી 'શ્રમિક સ્પેશિયલ' ટ્રેન પાટા પરથી ઉતરી
d1c8ba029a86d9518a86e461c0c94eae કેરળનાં તિરુરથી જયપુર જતી 'શ્રમિક સ્પેશિયલ' ટ્રેન પાટા પરથી ઉતરી

કોરોનાકાળ વચ્ચે સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો પ્રવાસી મજૂરો જ કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી યમરાજની નજરમાં રહેલા પ્રવાસી મજૂરો આજે તેમની ઝપટમાં આતા બચી ગયા છે. જણાવી દઇએ કે, કર્ણાટકનાં પડિલ મંગલુરુમાં એક મજૂર ટ્રેન એક મોટા અકસ્માતથી બચી ગઈ હતી. કેરળનાં તિરુરથી જયપુર જતી શ્રમિક સ્પેશિયલટ્રેન આજે બપોરે બે વાગ્યાની આસપાસ કર્ણાટકનાં પડિલ, મંગલુરુ ખાતે પહોંચીને પાટા પરથી ઉતરી ગઇ હતી. હાલમાં કોઈ ઈજાઓ થયાના સમાચાર નથી. વળી પાટા પરથી ઉતરી ગયેલા એન્જિનને ફરીથી પાટા પર લાવ્યા બાદ ટ્રેન શરૂ કરવામાં આવી હતી, ટ્રેકને સુધારવાનું કામ હજી પણ ચાલુ જ છે.

આપને જણવી દઇએ કે, રેલ્વે દ્વારા કોરોનાવાયરસને કારણે દેશવ્યાપી લોકડાઉનમાં સ્થળાંતર મજૂરોને તેમના ઘરે મોકલવાની કવાયતનાં ભાગ રૂપે વિશેષ મજૂર ટ્રેન ચલાવવામાં આવી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 14 લાખથી વધુ મજૂરોને તેમના ગૃહ રાજ્યોમાં મોકલવામાં આવ્યાં છે. ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હોવા છતાં, તે એક મોટો અકસ્માત સર્જાતા ટળી ગયો હતો. જણાવી દઇએ કે, પાછલા કેટલાક દિવસોમાં આ પ્રવાસી મજૂરોએ ઔરંગાબાદથી મધ્યપ્રદેશ જતી ટ્રેનને પકડવા પગપાળા જ ઔરંગાબાદ રેલ્વે સ્ટેશન પહોંચવા માટે ટ્રેક ઉપર યાત્રા શરૂ કરી દીધી હતી અને રાત્રે રસ્તામાં ઘણા મજૂરો ટ્રેનનાં પાટા ઉપર જ સુઇ ગયા હતા.

કહેવામા આવે છે કે, 40 કિમી લાંબી મુસાફરી પછી, જ્યારે પરપ્રાંતિય મજૂરો થાકી ગયા હતા અને રેલ્વે ટ્રેક પર સૂઈ રહ્યા હતા, ત્યારે જ ત્યાંથી પસાર થતી માલગાડીએ, ઔરંગાબાદનાં જાલના રેલ્વે લાઇનની નજીક તે મજૂરો ઉપરથી પસાર થઇ ગઇ હતી જેમા 16 પ્રવાસી મજૂરોની મોત થઇ હતી અને ઘણા ઘાયલ પણ થયા હતા. આ અકસ્માત બાદ પણ પગપાળા મજૂરોને તેમના ગામોમાં સ્થળાંતર કરવાની કામગીરી અટકવાનું નામ નથી લઈ રહી, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં માર્ગ અકસ્માતને કારણે અનેક મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.