Political/ રજનીકાંતને લાગ્યું કે આ છે ભગવાનની ચેતવણી, કર્યુ આ મોટું એલાન

સાઉથનાં સુપરસ્ટાર કહેવાતા રજનીકાંત સોશિયલ મીડિયા પર એક્ટિવ થયા છે. જણાવી દઇએ કે, સુપરસ્ટાર રજનીકાંતે તમિળનાડુમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મોટી જાહેરાત કરી દીધી છે….

India
zzas1 29 રજનીકાંતને લાગ્યું કે આ છે ભગવાનની ચેતવણી, કર્યુ આ મોટું એલાન

સાઉથનાં સુપરસ્ટાર કહેવાતા રજનીકાંત સોશિયલ મીડિયા પર એક્ટિવ થયા છે. જણાવી દઇએ કે, સુપરસ્ટાર રજનીકાંતે તમિળનાડુમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મોટી જાહેરાત કરી દીધી છે. રજનીકાંતે મંગળવારે નિવેદન જારી કરતાં કહ્યું કે, તેઓ કોઈ રાજકીય પક્ષ બનાવશે નહીં. જો કે, તમિળનાડુનાં લોકો માટે કામ કરવાનું ચાલુ રાખશે.

રજનીકાંતે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ભૂતકાળમાં તેમનુ સ્વાસ્થ્ય ખરાબ થયુ છે, તે તેઓ ભગવાનની ચેતવણી માને છે અને રાજકીય પક્ષ ન બનાવવાનો નિર્ણય લે છે. રજનીકાંતે કહ્યું છે કે તેઓ નથી ઇચ્છતા કે લોકો તે સમજે કે તેમને બલિનો બકરો બનાવવામાં આવેલ છે.

જણાવી દઈએ કે, રજનીકાંતને ગયા અઠવાડિયે હાઈ બ્લડ પ્રેશરનાં કારણે હૈદરાબાદની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે રજા મળ્યા બાદ તેઓ પરત ફર્યા છે. હોસ્પિટલ તરફથી જારી કરાયેલ આરોગ્ય બુલેટિન કહે છે કે તેમની હાલત હવે પહેલા કરતાં ઘણી સારી છે. તેમને કોઈ ગંભીર સમસ્યા નથી. જોકે ડોકટરોએ હવે તેમને બેડ રેસ્ટ કરવાની સલાહ આપી છે. તેમજ તણાવથી દૂર રહેવા જણાવ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો