Not Set/ સરકારી સ્કુલના ૮માં ધોરણના ૫૬ ટકા વિદ્યાર્થીઓને નથી આવડતું બેઝીક ગણિત

દિલ્લી સરકારી સ્કુલના બાળકોને લઈને હાલમાં જ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. સરકારી શાળાના ૮માં ધોરણના ૫૬ ટકા જેટલા વિદ્યાર્થીઓને બેઝીક ગણિત પણ નથી આવડતું. ધોરણ ૫ના ૭૨ ટકા વિદ્યાર્થીઓને ભાગાકાર નથી આવડતો. જયારે ૮માં ધોરણના ૨૭ ટકા વિદ્યાર્થીઓ સરખી રીતે વાંચી પણ નથી શકતા. પ્રથમ એનજીઓના એન્યુઅલ સ્ટેટ્સ ઓફ એજ્યુકેશન રીપોર્ટ-૨૦૧૮માં આ વાતનો ખુલાસો […]

Top Stories India Trending
DESHKAL1 સરકારી સ્કુલના ૮માં ધોરણના ૫૬ ટકા વિદ્યાર્થીઓને નથી આવડતું બેઝીક ગણિત

દિલ્લી

સરકારી સ્કુલના બાળકોને લઈને હાલમાં જ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. સરકારી શાળાના ૮માં ધોરણના ૫૬ ટકા જેટલા વિદ્યાર્થીઓને બેઝીક ગણિત પણ નથી આવડતું. ધોરણ ૫ના ૭૨ ટકા વિદ્યાર્થીઓને ભાગાકાર નથી આવડતો. જયારે ૮માં ધોરણના ૨૭ ટકા વિદ્યાર્થીઓ સરખી રીતે વાંચી પણ નથી શકતા.

પ્રથમ એનજીઓના એન્યુઅલ સ્ટેટ્સ ઓફ એજ્યુકેશન રીપોર્ટ-૨૦૧૮માં આ વાતનો ખુલાસો થયો છે.તો બીજી તરફ એએસઆઈઆરના જણાવ્યા પ્રમાણે ૧૦ વર્ષ કરતા હાલ સરકારી સ્કુલના બાળકોના પ્રદર્શનમાં ઘણો ઘટાડો થયો છે.

વાંચવા મામલે પણ સરકારી સ્કુલના બાળકો ઘણા પાછળ છે. વર્ષ ૨૦૦૮માં ધોતાં ૮ના ૮૪.૮ ટકા વિદ્યાર્થીઓ કક્ષા ૨ના સ્તરની ચોપડી વાંચી શકતા હતા. ૨૦૧૮માં તે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટીને ૭૨.૮ ટકા થઇ ગઈ છે.

રીપોર્ટ પ્રમાણે બેઝીક અંકગણિતમાં છોકરીઓ છોકરા કરતા ઘણી પાછળ છે. ૫૦ ટકા વિદ્યાર્થીઓની સામે માત્ર ૪૪ ટકા છોકરીઓ જ પ્રશ્નોના જવાબ આપવામાં સક્ષમ છે.

હિમાચલ પ્રદેશ, કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને પંજાબમાં બીજા રાજ્યો કરતા સારી પરિસ્થિતિ છે. આ રીપોર્ટ માટે ૨૮ રાજ્યોના ૫૯૬ જીલ્લામાંથી ડેટા લેવામાં આવ્યો હતો. ૩ થી ૧૬ વર્ષના ૫.૫ લાખ બાળકોને આ રીપોર્ટ માટે સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા.